Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિધિનિષેધકા નિરૂપણ
સોળમા અધ્યયનને પ્રારંભ– પંદરમું અધ્યયન સમાપ્ત થયું હવે સોળમાં અધ્યયનને પ્રારંભ કર. વામાં આવે છે. પહેલાના અધ્યયન સાથે અને એ સંબંધ છે, કેઆનાથી પહેલાના પંદર અધ્યયનમાં જે જે વિષયેનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, તેમાંથી જેનું વિધાન છે. તેનું વિધિ રૂપથી અને જેને નિષેધ કરવામાં આવેલ છે, તેને નિષેધ રૂપથી પાલન કરવાવાળા જ સાધુ થઈ શકે છે. એ સંબંધમાં આ અધ્યયનમાં કહેવામાં આવશે. તે પૂર્વોક્ત અર્થ આ પ્રમાણે છે –
(૧) પહેલા અધ્યયનમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે–સ્વ સમય (શાસ્ત્ર) અને પરસમયનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સાધુ સમ્યફલ ગુણથી યુક્ત થાય છે.
(૨) બીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે-કર્મોને વિનાશ કરવામાં સમર્થ જ્ઞાન વિગેરે દ્વારા આઠ પ્રકારના કર્મોને વિનાશ કરીને જીવ સાધુ થાય છે.
| (૩) ત્રીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે–અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતે એ પુરૂષ સાધુ થાય છે.
(૪) ચોથા અદયયનમાં કહ્યું છે કે સ્ત્રી પરીષહને જીતવાવાળા જ સાધુ થઈ શકે છે.
(૫) પાંચમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરવામાં આવી છે કે-નરકના દુકાને સાંભળીને નરકમાં લઈ જવાવાળા કમેને જે ત્યાગ કરી દે છે, એજ સાધુ છે.
(૬) છઠ્ઠા અધ્યયનમાં એવો ઉપદેશ આપવામાં આવ્યું છે કે ચાર જ્ઞાનને ધારણ કરવાવાળા મહાવીર સ્વામીએ કમ ક્ષયને માટે ઉઘુક્ત થઈને સંયમ માટે પ્રયત્ન કર્યો, એજ પ્રમાણે બીજા છાએ પણ કરવું જોઈએ.
(૭) સાતમા અધ્યયનમાં એવી પ્રરૂપણ કરી છે કે-કુશીલના દેને જાણીને અને તેને ત્યાગ કરીને સુશીલમાં શુદ્ધ આચારમાં સ્થિત રહેવું જોઈએ.
(૮) આઠમાં અધ્યયનમાં એવી પ્રરૂપણ કરી છે કે મોક્ષની ઈચ્છા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૧૮