Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. તેથી જ સાધુ વર્તમાન ભવમાં કર વામાં આવવાવાળા કર્માને ત્યાગ કરીને તીર્થકર વિગેરે મહાપુરુષો દ્વારા સઘળા પક્ષના ઉપાય રૂપ તપ અને સંયમ તરફ મન લગાવે છે.
કહેવાને આશય એ છે કે–આ વખતે જે સંસાર તરફ વળેલા છે. તે પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરેલ કમેને વશ થઈને નવા નવા કર્મોને બંધ કરતા થકા ભવ પરંપરાને પ્રાપ્ત થાય છે. પરંતુ મહાવીર પુરૂષ પંડિત વીર્યથી યુક્ત થઈને પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરેલ આઠ પ્રકારના કર્મોને દૂર કરીને મેક્ષ પ્રાપ્ત કરે છે. ૨૩
ક મર્થ સરગાહૂળ” ઈત્યાદિ
શબ્દાર્થો--“ as a[ળ મયં-ચત સર્વત ગુણ મત” જે સમસ્ત સાધુજનેને માન્ય હોય “ જયં-તમતમ્' એજ મત “
સત્તi-રાવર્તન શલ્ય-અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મને કાપવાવાળા બને છે. તેથી “R --તમતમ્' સંયમના અનુષ્ઠાન રૂપ એ મતને “હતાળ-સાવિત્રા’ આરાધિત કરીને ઘણુ લેકે સંસાર સાગરને “તિ-પીળ” તરી ગયા છે. અથવા રેવા-સેવા સૌધર્માદિ અથવા અનુત્તરપાતિક દેવ “ગવિંદુ-મૂકન થયા છે. તેઓ ત્યાંથી આવીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. ૨૪
અન્વયાર્થ–-સઘળા સાધુઓને જે મત છે. એજ મત જ્ઞાનાવરણીય વિગેરેઆઠ પ્રકારના કર્મને વિનાશક છે. તેથી જ એ સંયમાનુષ્ઠાન રૂ૫ મતની સમ્યક આરાધના કરીને ઘણું જ સંસાર સાગરથી પાર ઉતર્યા છે. જેમના કર્મ બાકી રહ્યા તેઓ સૌધર્મ વિગેરે અથવા અનુત્તરપપાતિક દેવ બન્યા છે. ત્યાંથી અવીને અને મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરશે પારકા
ટીકાર્ય-વિશેષમાં કહે છે--તીર્થકરે અને ગણધરે વિગેરેને જે સંયમનુષ્ઠાન રૂપ મત છે, એ જ કર્મરૂપી શલ્યને કાપવાવાળે છે. અર્થાત્ જ્ઞાનાવરણ વિગેરે પાપ કર્મોને ક્ષય કરવાવાળે છે. તે સિવાય બીજો કોઈ મત શલ્યને દૂર કરનાર નથી. તેથી એ મતની આરાધના કરીને અનેક મહા પુરૂષે સંસારથી પાર થયા છે, અને જેમના કર્મ ક્ષય થવાથી બાકી રહેલા છે તેઓ તે સંયમારાધનના પ્રતાપથી એક ભવાવતારી અનુત્તરપાતિક દેવના રૂપમાં ઉત્પન્ન થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે---સંયમનુ આરાધના કરવાથી જેઓના કર્મો સર્વથા નાશ પામે છે, તેઓ સંસાર સાગરથી તરીને સિદ્ધિ પામે છે, અને જેમના કંઈક શુભ કર્મો બાકી રહી જાય છે, તેઓ દેવગતિ પ્રાપ્ત કરીને ફરીથી મનુષ્ય ભવમાં આવીને સિદ્ધિ પ્રાપ્ત કરશે. ૨૪
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૨૧૬