Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમયને જાણવાવાળા થવું તથા બાહ્યબહારના અત્યંતર–આંતરિક તપથી યુક્ત હોય તેવા ગુરૂની સેવા કરવી. કહ્યું પણ છે કે-નાળa gો મા ઈત્યાદિ
તેવા પુરૂષને ધન્ય છે, કે જે આજીવન–અર્થાત્ જીવન પર્યત ગુરૂકુલ વાસને ત્યાગ કરતા નથી. એવા પુરૂષ જ્ઞાનના પાત્ર બને છે. તથા દર્શન અને ચારિત્રમાં અધિક સ્થિર થાય છે.
આવા પ્રકારથી ગુરૂની સેવા કેણ કરે છે? આ પ્રશ્નને ઉત્તર આપતાં કહે છે–જેઓ વીર અથવા કર્મના વિદ્યારણમાં સમર્થ હોય છે, અથવા પરીષહે અને ઉપસર્ગને સહન કરવા વાળા હોય છે. તેઓ શીઘ મોક્ષગામી થાય છે. અર્થાત મોક્ષમાં જાય છે. તથા આસ એટલે કે રાગદ્વેષ વિનાના મહાપુરૂષની પ્રજ્ઞા કહેતાં બુદ્ધી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવામાં અભિલાષી થાય છે. અથવા જેઓ આત્મજ્ઞાનની ઈચ્છાવાળા હોય છે, તથા સંયમમાં ધીરજ વાળા હેય છે, કેમકે-સંયમમાં ધૈર્ય હેવાથી પાંચ મહાવ્રતને ભાર વહેવામાં સરલતા થઈ જાય છે. કહ્યું પણ છે કે-રણ વિ તરણ તવો’ ઈત્યાદિ
જે ધૈર્યવાન હોય છે, તેને તપની પ્રાપ્તિ થાય છે, અને જેને તપની પ્રાપ્તિ થાય છે, તેને સુગતિ સુલભ થઈ જાય છે. તેથી ઉલ્ટા જે પુરૂષ હૈયે વિનાના હોય છે, તેઓને તપ પણ દુર્લભ જ બને છે.
તથા જેએ ઇન્દ્રિયોને જીતવાવાળા હોય છે, અર્થાત્ પિતાની છોન્દ્રિય વિગેરે ઇન્દ્રિયને પિતાના વશમાં રાખી ચૂક્યા હેય, આ વિશેષણેથી યુક્ત સાધુ સ્વ સમય અને પર સમયના જાણવાવાળા તથા સારા તપસ્વી એવા ગુરૂની ઉપાસના કરે છે. તેજ કર્મના વિદ્યારણમાં સમર્થ, કેવળજ્ઞાનને શોધ વામાં તત્પર ધીરજવાળા અને જીતેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિયને જીતવાવાળા હોય છે. ૩૩
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૩૨