Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. આવા પ્રકારની વિચિકિત્સાથી રહિત થવું. અર્થાત્ ધના ફળમાં સ’શય કરવે। નહિં. કહ્યું પણ છે કે—વેવ સત્યં નિઃશંક ઇત્યાદિ
એજ સત્ય અને અસ'દિગ્ધ સ ંદેહ વિનાનું છે, કે જે તીર્થંકર ભગવાને કહેલ છે, આવા પ્રકારની શંકા વિનાના થઈને મનને ચંચલ થતા રોકવુ. આ કથન દ્વારા દર્શન સમાધિનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, કેમકે-જે દર્શન (ધ)થી રહિત છે, તેની તત્વના સબંધમાં કાંઈ પણ નિઃશંક પ્રવૃત્તિ થઈ શકતી નથી
નિર્દોષ આહારથી તથા નિર્દષિ પ્રાપ્ત ઉપકરણ વિગેરેથી વિધિપૂર્વક સયમ યાત્રાના નિર્વાહ કરવા વાળા ‘લાઢ' કહેવાય છે. સાધુએ આવા પ્રકારના થઈ ને સંયમનુ' અનુષ્ઠાન કરવું.
આ સિવાય સાધુએ પૃથ્વીકાયિક વિગેરે જીવેને આત્મતુલ્ય સમજવા. પોતાના સુખ માટે પ્રવૃત્તિમાં લાગેલા સઘળા પ્રાણિયાને પેાતાની સરખા સમજે, કહ્યું પણુ છે કે-‘ગર્ મમ નયિં તુછ્યું' ઇત્યાદિ
જેમ મને દુઃખ પ્રિય લાગતું નથી, એજ પ્રમાણે સઘળા જીવેશને દુઃખ પ્રિય લાગતુ નથી, આ પ્રમાણે જાણીને જેઓ સ્વય' જીવાના ઘાત કરતા નથી. અને ખીજાએ પાસે ઘાત કરાવતા નથી, અને બધા પર સમભાવ રાખે છે, એજ શ્રમણુ કહેવાય છે,
તથા જેના કારણે દુર્ગતિમાં જવુ પડે છે. તે મિથ્યાત્વ વિગેરે કર્માંના આસવને ‘ગાય' કહે છે. મુનિએ આય કરવી નહી. તથા ધન, ધાન્ય, દ્વિપદ, એ પગવાળા, ચતુષ્પદ-ચાર પગ વાળા વિગેરેના પણ સગ્રહ કરવા નહી.
એ પ્રમાણે કાણું ન કરવું ? જેડ઼ે સયમ જીવનના અભિલાષી, થવું હાય, સુતપસ્વી હાય, અર્થાત્ કમ નિજ રા માટે બાહ્ય અને આભ્યન્તર તપશ્ચર્યા કરવાવાળા હાય, તથા, ભિક્ષા વૃત્તિથી પ્રાણનિર્વાહ કરવાવાળા હોય
કહેવાના આશય એ છે કે—શ્રુતચારિત્ર ધર્મના ઉપદેશક, જીન પ્રરૂપિત ધર્માંમાં નિશંક, પ્રાસુક આહારથી જીવન નિર્વાહ કરવાવાળા અને તપસ્વી સાધુ પ્રાણી માત્રને પેાતાની સરખા દેખતા થકા સંયમનુ પાલન કરવું. લાકમાં જેએ સુખ પૂર્વક જીવવાની ઈચ્છા રાખે છે. તેણે આસ્રવ દ્વારાનું સેવન કરવું નહી”. તથા ધન ધાન્ય વિગેરેના સંચય કરવાના નહી’ગા ‘વિદ્યિા’ ઈત્યાદિ
શબ્દાર્થ ..વચાયુ-પ્રજ્ઞાદુ' સાધુ સ્રિએના સબધમાં ‘સથ્વિ યિામિનિ જુડે-સવેન્દ્રિયામિનિવૃ ત્તઃ' પાતાની સઘળી ઇન્દ્રિયાને ીને જીતેન્દ્રિય અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૪૧