Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાણવાવાળા થઈને તીર્થંકર, ગણધર વિગેરે મહાપુરૂષોની આજ્ઞાથી અર્થાત્ તીથકર પ્રતિપાદિત શાસ્ત્રના કથન પ્રમાણે શુદ્ધ નિવદ્ય વચનના પ્રયાગ કર આવી રીતે કરતા થકા સત્કાર પૂજા વગેરેની અપેક્ષા વિનાજ પાપ રહિત નિર્દોષ વચનના ઉપયાગ કરે ॥૨૪॥
ટીકા-કેવી રીતે ઉપદેશ દેવા, તે બતાવવા કહેવામાં આવે છે.મેાક્ષની ઈચ્છાવાળા સાધુએ સંયમી અને પ્રતિપૂર્ણ ભાષા ખેલવી. અર્થાત્ જે અ ઘેાડા અક્ષરોથી ન સમજાવી શકાતા હાય, તેને વિસ્તૃત શબ્દોથી એટલે કે પર્યાય વાચક શબ્દોને પ્રયોગ કરીને અથવા તેના ભાવાર્થ કહીને સમઝાથવા, કે જેથી સાંભળનાર શ્રોતા અશખર સમજી લે. અથવા અન્ય શબ્દની ચેાજના કરીને શબ્દોના એવા પ્રયાગ કરે કે જેનાથી ન સમજી શકાય તેવા વિષય પણ સમજી લેવાય, લાંખાં લાંબાં વાકચોના પ્રયોગના નિષેધના ભયથી ક્રમના ત્યાગ ન કરે. સમઝાવવાને યોગ્ય વિષયમાં આવશ્યકતા જણાવવાથી ગુરૂએ વિશેષ શબ્દના પ્રયોગ પણ કરવા જોઈ એ. કોઈ વિશેષ સ્થળમાં મનને ધારણા ચુક્ત રાખવા છતાં પણ કાઈ કઠણ વિષય જો ઘેાડા શબ્દોમાં ન સમજી શકાય તેવા હાય, તા વિસ્તાર પૂર્વક તેની વ્યાખ્યા કરીને સમઝાવવું તે ચાગ્ય છે. પેાતાના પાંડિત્યના અહંકારમાં મસ્ત મનીને પરિષદમાં રહેલાઓ મને વ્યાક રણ અને તર્ક શાસ્ત્રમાં નિષ્ણાત સમજે એવા વિચારથી ઘેાડામાં કહેવા ચેગ્ય અને લાંખી લાંબી વાકય ૫ક્તિયાના પ્રયોગ કરીને સમઝાવવાના પ્રયાગ ન કરે. આ રીતે પહેલા કહેલ (લાંખા વાકોના નિષેધ બતાવનારા) વાકયને તથા પ્રસ્તુત વાકયના સમન્વય કરીને જે ઉપદેશ કરે છે, એજ પ્રતિપૂર્ણ ભાષી કહેવાય છે, એવુ ભગવાન્ ફરમાવે છે.
તથા સારી રીતે અને જાણનારા પુરૂષ આચાયના મુખેથી સૂત્ર અને અને સારી રીતે સમજીને તીર્થંકર વિગેરેની આજ્ઞાથી અર્થાત્ તી કરે ઉપદેશ કરેલ આગમ પ્રમાણે પૂર્વાપરના વિરોધ વિનાનાં શુદ્ધ વચનના પ્રયોગ કરે. આ રીતે વાયના પ્રયોગ કરવાવાળા જ નિર્દોષ વચનના ઉપદેશક થાય છે. અર્થાત્ નિર્દોષ ઉપદેશ આપી શકે છે.
આ કથનના ભાવાર્થ એ છે કે—જે અથ થાડા અક્ષરાથી બતાવી ન શકાતા હાય તેને પ્રકાશિત કરવા ખીજો કાઈ ઉપાય ન હેાય તે વિસ્તાર વાળા શબ્દોથી પણ તે સમઝાવે. તથા ગુરૂ મુખથી ધારણ કરીને તીર્થંકરની આજ્ઞા પ્રમાણે વિશુદ્ધ વચન ખેલે સાધુએ પાપ અને અઘ્યાપને વિવેક કરીને દોષ વિનાના નિર્દોષ વચના જ ખેલવા જોઈએ ારકા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
૧૮૦