Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
રૂદ્ધ અને બધાના અનુભવથી સિદ્ધ સિદ્ધાંતના અર્થને અસ્પષ્ટ ભાષણ કરીને છૂપાવે નહીં. અથવા જે વિષય ગુપ્ત હોય અર્થાત્ સર્વ સાધારણ પ્રત્યે કહેવા ગ્ય ન હોય, તેને અપરિપકવ બુદ્ધિવાળાની આગળ ન કહે. કેમકે-એવા લોકોની સમક્ષ તે વિષયને પ્રગટ કરે તે તેમને જ માટે અહિત કર હોય છે, કહ્યું પણ છે કે-ગાજતરત રાહા' ઇત્યાદિ
જેમ નવા જવર-તાવ વાળાની શાંતિ માટે આપવામાં આવેલ એસડ પણ હાનિકારક સિદ્ધ થાય છે, એ જ પ્રમાણે અપરિપકવ બુદ્ધિવાળાઓને શાસ્ત્રનું રહસ્ય કહેવું તે હાનિકારક હોય છે,
તથા ત્રાથી અર્થાત્ ષકાયના પરિપાલક, સ્વ અને પરના રક્ષક અથવા પ્રાણિયોને સંસાર સાગરથી રક્ષણ કરવાવાળા સાધુ સૂત્રને અર્થને, અથવા સૂત્રના અર્થને પિતાની સવ કપનાથી વિપરીત ન બનાવે. કેમ વિપરીત ન કરે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે આચાર્ય વિગેરે શાસ્ત્રનો ઉપદેશ આપનારાઓ પ્રત્યે ભક્તિથી પ્રેરિત થઈને હું જે કહું છું. તેથી આ ગમની કઈ ક્ષતિ થતી નથી ? આવા પ્રકારનો વિચાર કરીને બોલવું. આચાર્યના મુખેથી જે વહુ સાંભળેલી હોય, એજ વરતુનું સમ્યફ રીતે પ્રતિપાદન કરે અર્થાત લેકેના હિતને તથા ગુરૂભક્તિને સ્મરણ કરીને એજ કહેવું જોઈએ કે જે ગુરૂમુખેથી સાંભળેલ હોય, લેકોના અનુરોધથી તેઓના મનરંજન માટે યત્ કિંચિત્ હાસ્ય કારક બેલિવું ન જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે–આગમના સિદ્ધાંતને છુપાવે નહીં પટકાય રક્ષક સાધુ સ્વાર્થને અન્યથા શીખવે નહીં ગુરૂ પ્રત્યે હૃદયમાં ભક્તિ ધારણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૮૪