Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેઓની માન્યતા એવી છે કે-જે સર્વજ્ઞ માનવામાં આવે તે તે સઘળા પદાર્થો ને જાણનાર થશે, અને સર્વદા રૂપ વિગેરેનું જ્ઞાન તેઓને થશે. તે અનીષ્ટ ગંધ વિગેરેનું જ્ઞાન પણ માનવું પડશે.
સર્વજ્ઞનું જ્ઞાન ઈતરજને અર્થાત્ છઘસ્થોના જ્ઞાનની સમાન હતું નથી, તે વસ્તુ ના અનંત અતીત અને અનાગત પર્યાયને તથા અનંત ધર્મો ને યુગપત્–એકી સાથે જાણે છે, જ્યારે બીજાઓનું જ્ઞાન આ રીતે જાણી શકાતું નથી, મીમાંસકને આક્ષેપ બરોબર નથી, કેમકે ગંધના જ્ઞાન માત્ર થી ગંધ નો અનુભવ થતો નથી, સર્વજ્ઞ વીતરાગ હોય છે. તેથી તેઓને કોઈ ગંધ ઈટ હોતું નથી, તેમ અનિષ્ટ પણ હોતું નથી, તેઓ સઘળા પદાર્થો ને મધ્યસ્થભાવથી જાણે છે.
શંકા–સામાન્યપણાથી સર્વજ્ઞની સિદ્ધિ થઈ જવા છતાં મહાવીર વિગેરે તીર્થકર જ સર્વજ્ઞ છે, બીજા બુધ્ધ અથવા કપિલ વિગેરે સર્વ નથી આ સંબંધમાં એવું કઈ પ્રમાણ નથી, પ્રમાણના અભાવમાં એમ નહીં કહી શકાય કે મહાવીર સ્વામી જ સર્વજ્ઞ છે, અન્ય નહીં જે મહાવીર અને બુદ્ધ વિગેરે બધાને સર્વજ્ઞ માનવામાં આવે, તે તેમાં એક મત પણ કેમ નથી ? કહ્યું પણ છે કે-“પ રિ સર્વો’ ઈત્યાદિ,
જે અહંત સર્વજ્ઞ હોય તે બુધ સર્વજ્ઞ નથી, એમાં શું પ્રમાણ છે? જે એ બન્ને સર્વજ્ઞ છે, તો એ બન્નેમાં મતભેદનું શું કારણ છે. | સમાધાન–જે અનન્ય “અનુપમ સાધારણ ધર્મનું પ્રતિપાદક છે, તે બૌધ્ધ વિગેરેના દર્શનમાં હોતું નથી અને હોઈ શકતું નથી ભગવાન તીર્થ કરજ અનન્ય સાધારણ ધર્મને જાણનારા અને તેનું પ્રતિપાદન કરનારા હોય છે. બુદ્ધ વિગેરે તેવા હોતા નથી કહેવાનો આશય એ છે કે બુદ્ધ કેવળ પર્યાયને જ સ્વીકાર કરે છે. કેમકે તે બધાને ક્ષણિક માને છે. તેઓ સઘળા પર્યાયામાં એક રૂપથી અવસ્થિત રહેવાવાળા દ્રવ્યને રવીકાર કરતા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૮૯