Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અક્રિયાવાદીના ૮૪ ચોર્યાશી ભેદો છે. તેની માન્યતા એવી છે કે જીવ વિગેરે પદાર્થોનું અસ્તિત્વ જ નથી. તેના ભેદે આ પ્રમાણે હોય છે. પુણ્ય અને પાપને છોડીને જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ આ સાત પદાર્થોને સ્વ અને પરના ભેદથી તથા કાલ, છા, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા આ છ ની સાથે ગુણવાથી ચોર્યાશી દે થઈ જાય છે, જેમકે –
(૧) જીવ નથી સ્વનઃ કાળથી (૨) જીવ નથી પરતઃ કાળથી
આજ પ્રમાણે યદચ્છા વિગેરેની સાથે જવાથી બાર ભેદે થાય છે. અને સાત પદાર્થોને બાર ભેદો થવાથી ૧+૭=૮૪ ભેદ થઈ જાય છે.
ત્રીજા વનયિકવાદી છે. તેઓ વિનયથી જ મને માનવાવાળા છે. તેમના બત્રીસ ભેદે છે, કહ્યું છે કે- જૈનમિત્તે વિનાઃ ઈત્યાદિ
વૈયિકનું મન્તવ્ય છે કે-મન, વચન, કાય અને દાન આ ચાર પ્રકારેથી દેવતા, વાજાર, યતિષ, જ્ઞાનીઝ (સ્થવિર) વૃદ્ધજન, અધમ, માતા૭, અને પિતા૮ આ આઠેને હંમેશાં વિનય કર જોઈએ.
આ રીતે આઠની સાથે ચારને ગુણવાથી બત્રીસ ભેદ થઈ જાય છે.
ચોથા અજ્ઞાનવાદી છે. તેઓના મત પ્રમાણે અજ્ઞાનથી જ સુખ અને ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ થાય છે.
અજ્ઞાનવાદી સડસઠ (૬૭) પ્રકારના છે. તે આ પ્રમાણે છે-જીવ, અજીવ, વિગેરે નવ પદાર્થોને કમથી લખવામાં આવે અને દરેકની નીચે આગળ કહેવામાં આવનારા સાત ભાંગાઓ લખવામાં આવે તે સાત ભંગાઓ આ પ્રમાણે છે. સત્, અસત્ સદસત્ , અવક્તવ્ય, સત્ અવક્તવ્ય, અસત્ અવકતવ્ય અને સત્ અસત્ અવક્તવ્ય. વિકલાનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવું જોઈએ,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૯૫