Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અન્વયાર્થ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળા સાધુ હાંસી મકરી કરવાનું પણ છોડી દે. તથા કાયિક વાચિક અને માનસિક પાપકર્મ સાવદ્ય વ્યાપાર ન કરે. એજ પ્રમાણે રાગદ્વેષથી રહિત અથવા અકિંચન થઈને સત્ય હોવા છતાં પણ ચેરી વિગેરે દુષ્કર્મ સૂચક તું ચાર છો” વિગેરે પ્રકારથી કઠેર વાને પાપત્પાદક અને કફલ જનક સમજીને છેડી દે, તથા ત૭ વિચારને પણ છોડી દે, અર્થાત્ પિતે તુચ્છ ન બને તથા પિતાની પ્રશંસા સ્વયં ન કરે તથા અન્યગ્ર ચિત્ત થઈને ધર્મકથાદિના અવસરે વ્યાકુળ ન બને તથા કંધ લેભ માન માયા રૂપ કષાયાને છોડી દે ૨૧
ટીકાર્થ-નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવાવાળે સાધુ એ વચન પ્રયોગ કે શરીરના કોઈ પણ અવયવને વ્યાપાર–પ્રવૃત્તિ ન કરે, કે જેનાથી પિતાને અથવા બીજાને હસવું આવે. તથા કાય, વચન, અથવા મન સંબંધી સાવઘ વ્યાપાર ન કરે. જેમકે-આનું છેદન કરે. ભેદન કરો. વિગેરે. અથવા સાધુ હસી મશ્કરીમાં પણ પરતીથિકના મતને પ્રેત્સાહન ન દે આપના વ્રત વિગેરે શ્રેષ્ઠ છે, એમ ન કહે. કેમળ શમ્યા હોય, સવારે ઉઠતાં જ પાન કરવાનું મળે, બપોરે ભજન અને અપરાકાળે પાન-પેય અથવા પાણી મળી જાય, અધેિ રાતે દ્રાક્ષ અને સાકર જેવી કેઈ મીઠી એવી ચીજ મલી જાય, અને અને મોક્ષ મળે. આ રીતના શાયપુત્ર બૌદ્ધના દર્શનને અભિપ્રાય છે, આવા વાકયે પાપ જનક હોય છે. તેથી મશ્કરીમાં પણ તેને પ્રયોગ ન કર. તથા રાગદ્વેષથી રહિત અને બાહ્ય અને આત્યંતર પરિ ગ્રહના ત્યાગના કારણે અકિંચન સાધુ એવા સત્ય વચનને પણ કે જે કઠેર હિોય જેમકે- તું ચોર છે? વિગેરે પરિણાથી પાપજનક અને કડવા ફળ આપનારા સમજીને પ્રત્યાખ્યાન પરિણાથી તેને ત્યાગ કરી દે. સાધુ તુચ્છ ન બને. કેઈ અર્થ વિશેષને જાણીને અથવા રાજા વિગેરેથી અવસરે સત્કાર સન્માન પ્રાપ્ત કરીને કોઈ પણ પ્રકારથી મદ ન કરે, પિતાની પ્રશંસા ન કરે. અથવા કેઈની કઈ પણ વાતને કદાચ ન સમજે. તે તેનું અપમાન ન કરે, ધર્મકથા વિગેરેને અવસરે. વ્યાકુળ ન બને. અથવા ધર્મકથા વિગેરે દ્વારા લોકરંજન કરીને સત્કાર વિગેરેની ઈચ્છા ન કરે, અને ક્રોધ વિગેરે કષાયોથી ૨હિત બને ૨૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૭૪