Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકાર્થ–જેએનું અંતઃકરણ કુશાસ્ત્રોની વાસનાથી વાસિત છે, જેઓની બુદ્ધિ મિથ્યાત્વથી ઉપહત-ઘેરાયેલી છે, અને જે સ્વભાવથી શુદ્ર છે, એવા લેકેના અભિપ્રાયને જાણ્યા વિના અર્થાત આ શ્રોતા રાજા વિગેરે કેણ છે?
ક્યા ધર્મના અનુયાયી છે? કયા દેવની આરાધના કરવાવાળા છે? વિગેરે બાબતને ન જાણતાં કોઈ સાધુ જે બીજા મતવાળાએને ઉપદેશ આપે અને તેમ કરતાં તેઓના દેવ અગર શાસ્ત્રની નિંદા થઈ જાય, તે તે નિંદાના વચન સાંભળીને જનમત પર શ્રદ્ધા નહી કરે, અને અત્યંત કડવા પણાને અનુભવ કરીને ઉપદેશ કરનાર પર ક્રોધ કરી બેસશે. અને ઉપદેશ આપવા વાળા મુનિ વિરુદ્ધ પણ કંઈક કરી બેસે. જેવી રીતે પાલક નામના પુરોહિતે
ઝંદાચાર્યની વિરૂદ્ધ પ્રવૃત્તિ કરી હતી. અને તે દીર્ઘસ્થિતિવાળી આયુષ્યને વિઘાત પણ કરી બેસે તેથી સાધુ અનુમાન વિગેરેથી બીજાને અભિપ્રાયને જાણીને અન્યતીથિકોને યથાગ્ય અને ઉપદેશ કરે.
કહેવાનો આશય એ છે કે–પિતાની બુદ્ધિથી બીજાના અભિપાયને જાણ્યા વિના ધર્મોપદેશ કરવાથી શ્રોતાને અશ્રદ્ધા ઉત્પન થાય છે. ક્રોધાયભાન થયેલ શ્રોતા સાધુને મારી પણ નાખે તેથી અનુમાન વિગેરેથી બીજાના અભિપ્રાયને સમજીને ધર્મોપદેશ કરે જઈએ. ૨૦
“ જ વિવિંજ ધીરે' ઈત્યાદિ
શબ્દાર્થ –ધીરે-ધીર ધીર સાધુ સાંભળવાવાળાના “–' કર્મ અને “– અભિપ્રાયને “વિવિ-વિવેચત્ત' સારી રીતે જાણી લે તથા asaો-સર્વતઃ' બધા પ્રકારથી સાંભળવાવાળાના “સાયમા-ગરમમા અનાદિ ભવથી અભ્યસ્ત એવા મિથ્યાત્વાદિને “farm -વનસ્' દૂર કરે “બચાવોહિં-મચાવહૈ ભય ઉત્પન્ન કરવાવાળા ‘હિં- નેત્ર વિગેરે ઈન્દ્રિય ગમ્ય રૂપાદિ વિષયથી મનુષ્ય જુવંતિ-સુથરે” ચારિત્ર ધર્મથી સ્મલિત થાય છે. તેથી વિ-વિદ્યાન” બુદ્ધિમાન પુરૂષ “શાચ- પ્રીત્રા” શ્રોતાઓના અભિપ્રાયને જાણીને “રસથાવરે–ત્રાધા?' ત્રસ અને સ્થાવર જના કલ્યાણને ઉપદેશ કરે છે?
અન્વયાર્થ –ધર્મમાર્ગથી વિચલિત ન થવાવાળા ધીર સાધુ શ્રોતાઓને અનુકૂલ એવા ધર્મ તથા તેમના અભિપ્રાયને સારી રીતે જાણી લે, અને શ્રોતાએના અનાદિ ભવપરંપરાથી અભ્યસ્ત મિથ્યાત્વ વિગેરેને સારી રીતે દર કરે અને અત્યંત ભયંકર એવા સંસારના રૂપાદિ વિષયે પુરૂષને ચારિત્ર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૪૫