Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ ન જઈ શકવાનું કારણ શું છે? તે બતાવતાં કહે છે કે-તેઓની પ્રજ્ઞા અર્થાત બુદ્ધિ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી ઢંકાઈ ગઈ છે, દરરોજ સૂર્યને ઉદય થાય છે. આ સત્ય સમગ્ર જગતમાં પ્રત્યક્ષ છે, ચંદ્રમાનું વધવું અને ઘટવ એ પણ બધાને પ્રત્યક્ષ જ છે. પર્વતના ઝરણાઓમાંથી પાણી ઝરે છે. પવન વહેતે રહે છે. આ બધાને દરેકને પ્રત્યક્ષ અનુભવ થઈ જ રહ્યો હોય છે. જે વસ્તુ સઘળાને પ્રત્યક્ષ નઝરમાં આવી રહી છે, તેને છૂપાવવું બની શકતું નથી. એવી સ્થિતિમાં એમ કહેવું કે આ બધા ભ્રમ છે, તે સ્વપ્ન અશિખર છે. સત્ય નથી, કેઈ વાર સત્ય વસ્તુ હોવા છતાં ભ્રમ થાય છે. જે વસ્તન કયાંઈ અસ્તિત્વ જ હોતું નથી. તેના સંબંધમાં ભ્રમ થઈ જ શકતે નથી. સ્વપ્નમાં દેખાવા વાળા પદાર્થો પણ ખરી રીતે બિસ્કુલ અસત્ય હતા નથી. પરંતુ જાગ્રત અવસ્થામાં જોયેલા અથવા સાંભળેલા, અથવા અનુભવ કરવામાં આવેલા પદાર્થોજ સ્વપ્નમાં પ્રત્યક્ષ થાય છે. કહ્યું પણ છે કે- ગg દૂર્દાિવતિ' ઈત્યાદિ
“અનુભવ કરેલા, જયેલા, મનથી વિચારેલા, કાનેથી સાંભળેલા પદાર્થો પ્રકૃતિ વિકાર અર્થાત્ વાત, પિત્ત, કફનું વિષમ પણ દેવતા, પુણ્ય, અને પા૫ આ બધા સ્વપ્નના કારણે રૂપ હોય છે. અભાવ સ્વપ્નનું કારણ હોતું નથી.
આ સિવાય શૂન્ય વાદ પ્રમાણે ગુરૂની સત્તા નથી, તેમ શિષ્યની સત્તા પણ નથી. તથા ઉપદેશ આપવાને ગ્ય કઈ વસ્તુ પણ નથી. આવી સ્થિતિમાં બુદ્ધને સર્વ શૂન્યને ઉપદેશ પણ કેવી રીતે સંગત થઈ શકે? આ રીતે વિદ્યમાન પદાર્થોને પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી ઢંકાયેલી બુદ્ધિવાળા આ અકિયાવાદિયે જોઈ શકતા નથી.
કહેવાનો આશય એ છે કે–જેમ જન્માંધ પુરૂષ વિદ્યમાન ઘટ વિગેરે પદાર્થોને જોઈ શક્તા નથી. એ જ પ્રમાણે જ્ઞાનથી રહિત આ અક્રિયાવાડિયે પણ વિદ્યમાન સૂર્ય વિગેરે સઘળા જગતને દેખી શકતા નથી. જે ઘુવડ વિદ્યમાન સૂર્યને ન દેખે તે તેમાં અમારે કે સૂર્યને શું અપરાધ છે? એજ પ્રમાણે જે અક્રિયાવાદિયે પ્રત્યક્ષ એવા આ જગતને ન પણ દેખે તે અમે અથવા અન્ય કોઈ શું કરી શકીએ ? તે તેઓની દષ્ટિને જ દોષ છે. ૮
ફરીથી અક્રિયાવાદનું ખંડન કરતાં કહે છે કે-“સંવરજી” ઈત્યાદિ
શબ્દાર્થ–‘વંવરજી-સંવરણી સુકાળ અથવા દુષ્કાળને બતાવવા વાળું તિશાસ્ત્ર (૧) -હવન સારી અથવા ખરાબ સ્વપ્નના ફળને બતા. વવાવાળું સ્વપ્નશાસ્ત્ર (૨) “જીવલ્લાં ૨-૪ક્ષ ર” અંદરના તથા બહારના લક્ષ
થી ફળ બતાવવાવાળું શાસ્ત્ર (૩) “નિમિત્ત-નિમિત્ત શુભ અથવા અશુભ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૦૭