Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પરાથી આવેલા અર્થનું ઉલ્લંઘન કરીને સૂત્ર વિગેરેના અન્યથા જ એટલે કે વિરૂદ્ધ રૂપે જ વ્યાખ્યાન કરે છે, ગંભીર રહસ્ય વાળા સૂત્રના અર્થને પૂર્વ પરના સંબંધ પૂર્વક વ્યાખ્યાન-ઉપદેશ કરવામાં કર્મોદયથી અસમર્થ હોવા છતાં પણ પિતાને પંડિત માને છે, તેઓ સૂત્રના યથાર્થ માર્ગને ત્યાગ કરીને પ્રરૂપણ કરે છે, પરંતુ પોતાના અભિપ્રાય પ્રમાણે સૂત્રના અર્થની પ્રરૂપણ કરવી તે અનર્થ કારક હોય છે, એવું કરનારા તે જમાલિ વિગેરે ઘણા એવા ગુણોના અપાત્ર બની જાય છે, આગમમાં કહેલા તે ઉત્તમ ગુણે આ પ્રમાણે છે–પુસૂપરૂ ઈત્યાદિ
શુશ્રુષા કરવી અર્થાત્ ગુરૂમુખથી શ્રવણ કરવાની ઈચ્છા કરવી, પૃચ્છા કરવી, ગુરૂના કથનને ધ્યાનપૂર્વક સાંભળવું અર્થને ગ્રહણ કરવા તથા ગ્રહણ કરેલા અર્થનું ચિંતન કરવું. અહિ કરવું. અર્થાત્ વ્યતિરેકવાળા ધર્મોનું નિવારણ કરવું. સમ્યગૂ ધર્મને ધારણ કરવું. અને પાછા તે પ્રમાણે અનુષ્ઠાન કરવું.
ગુરૂની શુશ્રષા (સેવા) કરવાથી સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે પછી સમ્યક અનુષ્ઠાન થાય છે અને તે પછી કર્મ ક્ષય રૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે.
જે તીર્થકરની પરમ્પરાથી વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે, તે સમ્યફ ગુણેથી રહિત થાય છે, આના સિવાય કૃતજ્ઞાનમાં શંકા કરીને જે મૃષાવાદ કરે છે. જેમકે-આ આગમ સર્વજ્ઞ પ્રણીત છે કે નથી? આનો અર્થ આ પ્રમાણે થાય છે? કે નથી થતો ? અથવા પિતાના પાંડિત્ય–પંડિત પણાના અભિમાનથી જે મિથ્યા ભાષણ કરે છે, અર્થાત તેઓ કહે છે કે હું જે કહું છું એજ કથન ઠીક છે, અન્યથા નથી વિગેરે
કહેવાને ભાવાર્થ એ છે કે--સર્વજ્ઞને આ માર્ગ સર્વ દે વિનાને છે તે પણ પિતાના આગ્રહથી જેએ તેમાં દેષ કહે છે. જેમાં આચાર્ય પરંપરાને ત્યાગ કરીને પોતાનું મન માન્યું વ્યાખ્યાન કરે છે, તથા જે સર્વજ્ઞ પ્રણીત આગમમાં શંકા બતાવીને મિથ્યા ભાષણ કરે છે, તે ઉત્તમ ગુણેને અધિકારી થતું નથી. ૫૩
જે યાવિ | કિંજયંતિ' ઇત્યાદિ.
શબ્દાથ– જે ચાર-ચે વા”િ જે લેકો ખરી રીતે શાસ્ત્રના રહસ્યને જાણતા નથી તેઓ બીજાએ દ્વારા “પુE-” હે સાધુ આપના ગુરૂનું નામ શું છે? એ પ્રમાણે પૂછવામાં આવે ત્યારે “પઢિરાંતિ-રિક્વત્તિ' પિતાના ગુરૂનું નામ છુપાવીને વધારે જ્ઞાનવાળા બીજા કોઈનું નામ પિતાના ગુરૂ તરીકે કહે છે. તે લેકો “માયાળમટું-માયાનમર્થ જ્ઞાનાદિથી અથવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૨૬