________________
૧૬
અભયકુમાર ચરિત્ર સ્વામીનું! આ પ્રમાણે જ છે એમાં સંશય નથી. શું કલ્પવૃક્ષ કયારેય પોતા માટે ફળે છે? ૬૮. તમારા પ્રસાદથી મારું મનોરાજ્ય પૂર્ણ થયું છે. શું કોઈ રત્નાકરનો સેવક મણિ પ્રાપ્ત કર્યા વગર રહે ખરો? ૬૯. રાજાએ પોતાના હાથે શ્રેષ્ઠીને તાંબૂલનું દાન કર્યું. ગૌરવથી જે અપાય છે તે ખરેખર દાન ગણાય છે. 90.
- હવે રાજાએ પોતાના અધિકારીઓને આ પ્રમાણે આદેશ કર્યો કે તમે મહા આદરથી શેઠની સાથે રહીને શોભા વધારો. ૭૧. તમારી મહાકૃપા થઈ એમ ફરી રાજાને નમીને જાણે રાજાનું પ્રતિબિંબ ન હોય એવા તે અધિકારીઓની સાથે શ્રેષ્ઠી ઘરે આવ્યો. ૭૨. પછી તેઓએ ક્ષણથી છત્ર હાથી વગેરેને તૈયાર કર્યા, એક તો સોનું હતું જ અને તેમાં સુગંધ ભળે તો કોણ ગ્રહણ ન કરે? ૭૩. હાથી ઉપર આરૂઢ થયેલી નંદા બાળપણમાં ક્રીડા કરવાના અવસરે ભાઈઓની સાથે ઐરાવત હાથીની સ્કંધ ઉપર આરૂઢ થયેલી લક્ષ્મીની જેમ શોભી. ૭૦. હાથી ઉપર બેઠેલી નંદા ઉપરનું છત્ર શોભી ઉઠયું તેથી અમને લાગે છે કે ભાઈની બ્રાન્તિથી ચંદ્ર મળવા માટે આવ્યો છે. ૭૫. નંદા ઉપર વીંઝાતી બે ચામરો શોભી તેથી અમે માનીએ છીએ કે છત્ર અને ચંદ્રના કિરણોનો સમૂહ છે. ૭૬. પર્વત ઉપર રહેલ સુવર્ણ કમલિનીની ઉપર સફેદ વાદળમાંથી નીચે પડતા અને ઊંચે ચડતા હંસના યુગલ જેવું કમળ હોત તો તો સફેદ છત્રથી યુક્ત હાથી ઉપર બેઠેલી નંદાના ઉછળતા ચામરથી વીંઝાતા મખની સાથે ઉપમા આપી શકત પણ તેવું ન હતું તેથી અમે ઉપમા આપી શકયા નહીં. અર્થાત્ નંદાનું મુખ અતિ સુંદર હતું. ૨૭–૨૮ સુંદર નેપથ્યને ધારણ કરતી, સર્વ અલંકારોથી ભૂષિત, વિરતિની જેમ જીવોને અભય આપતી. જાણે બીજી ચિંતામણિ ન હોય તેમ અનાથ–દીન- પંગ–અંધવ્યાધિથી પીડિતોના મનોવાંછિતને પૂરતી, ત્રણ રસ્તે ચાર રસ્તે વગેરે સ્થાનોમાં ભમતી નંદાએ મેઘમાલાની જેમ દાનથી લોકોને સંતોષ્યા. ૭૯-૮૧. આ પ્રમાણે શ્રેષ્ઠીએ પુત્રીના મનોરથો પૂરા કર્યા. જમણો હાથ જો ઉદાર બને તો કયું કર્યું કાર્ય સિદ્ધ ન થાય? ૮૨. જેમ પૃથ્વી ભંડારને ધારણ કરે તેમ ગૂઢગર્ભા, આનંદિત પરિપૂર્ણ દોહલાવાળી નંદાએ દુર્વહ ગર્ભને ધારણ કર્યો. ૮૩. પોતાના આત્માની જેમ સુખે સુખે ગર્ભનું પાલન કરતી નંદાના નવમાસ અને સાડા સાત દિવસ પસાર થયા. ૮૪. સર્વ દિશા નિર્મળ થયે છતે તથા શુભ પવન વાતો હતો ત્યારે, પૃથ્વીમંડળ ધાન્ય સંપત્તિથી ભરપૂર બન્યું હતું ત્યારે, પરમોચ્ચ અને ઉચ્ચ સ્થાનમાં ગ્રહો હતા ત્યારે, કેન્દ્ર વગેરે સ્થાનોમાં શુભ ગ્રહો રહેલા હતા ત્યારે બંને ગોત્રને અનુકૂળ દેહભાવમાં (લગ્નમાં) રહેલા ગુરુવાળું લગ્ન વર્તી રહ્યું હતું ત્યારે પૂર્વદિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ નંદાએ પ્રસરતી કાંતિવાળા પુત્રને અતિશય સુખપૂર્વક જન્મ આપ્યો. ૮૫-૮૭. અતિ દોડધામથી સરકી જતી નાડીને ડાબા હાથથી પકડી રાખતી, જમણા હાથથી પડતા ઉતરીય વસ્ત્રને માથા ઉપર લેતી, ક્રીડારથિના બે બળદની જેમ ઊંચા શ્વાસને લેતી, નિતંબ બિંબ અને બે સ્તનના ભારથી લથડિયા ખાતી પ્રિયંકરી દાસી જલદીથી શ્રેષ્ઠી પાસે ગઈ. અથવા પોતાને લાભ થતો જોઈને કોણ ઉતાવળ ન કરે? ૮૮–૯૦. શ્રેષ્ઠીની પાસે જઈને વધામણી આપી કે હે તાત! તમારી પુત્રી નંદાએ હમણાં દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો છે. ૯૧. શ્રેષ્ઠીએ દાસીને શરીર ઉપર પહેરેલ વીંટી વગેરે અને સુવર્ણજીભનું દાન કર્યું. મનોવાંછિત સમાચાર આપનારને ઉદાર પુરુષો શું નથી આપતા? ૯૨. ભદ્રશ્રેષ્ઠિએ તેને હર્ષથી દાસી ભાવમાંથી મુક્ત કરી. પુણ્યશાળી પુરુષોનો જન્મ કોના કલ્યાણ માટે નથી થતો? ૯૩. આ ઉત્તમ બાળક નક્કીથી ધર્મધુરાને વહન કરશે તથા દુઃકર્મોરૂપી ધાન્યોને ખાંડશે એવું
(૧) સોદરઃ હાથી વગેરે ચૌદ રત્નો સમુદ્રમાં ઉત્પન્ન થાય છે એવી લોકવાયકા છે. લક્ષ્મી પણ સમદ્રની પુત્રી છે. તેથી હાથી વગેરે તેના ભાઈઓ થયા.