________________ આપવીતી પિતાએ અમારા ઘરથી દોઢ બે માઈલ છેટે નવું વર્ષને પદે એક નાળિયેરીઓની વાડી રાખી હતી, એટલે તેઓ દિવસમાં બે વખત ત્યાં જતા. તેમની સાથે હું પણ વાડીએ જવા લાગ્યો. ત્યાંનું મુખ્ય કામ વાંદરાં અને ચોથી નાળિયેરીઓનું રક્ષણ કરવાનું હતું. કુરસદને વખતે કેસનું પાણી વાળવું, કેળો પાવી, વાડીની ભીંત પડી ગઈ હોય ત્યાં દુરસ્ત કરવી, વગેરે કામ ચાલતાં. ધીરે ધીરે હું નાળિયેરી ઉપર ચડતાં શીખ્યો. અને પિતા ન હોય ત્યારે વાડીએ રહેતો. પણ રાત પડે કે મને બીક લાગવા માંડે. અને ઘેર આવતી વખતે તાડી કાઢનારા ભંડારીઓની સાથે મારે આવવું પડતું. આ સોબતના છાંટા મારા પર ઊડ્યા વગર રહ્યા નહિ. આનો અર્થ હું તાડી પીવા મંડયો અથવા તો બીજે કંઈ દુરાચાર કરવા મંડ્યો એમ નહિ, પણ તેમની એકબીજા સાથેની અતિશય બીભત્સ વાતચીતથી મારા મન ઉપર કુસંસ્કાર પડવા લાગ્યા અને તેથી મારા મનમાં ખરાબ વિચારે ઘેળાવા લાગ્યા. ઘરના લોકોના દાબને લીધે મારે હાથે શારીરિક દેષ ન થયા પણ માનસિક દેષો તે થયા જ; અને તેનાં ઝેરી પરિણામ મારે આજ સુધી ભોગવવાં પડે છે. ઈ. સ. ૧૮૯૧ની આખરે કે ૧૮૯૨ની શરૂઆતમાં ધીમે ધીમે મને વાંચવાનો શોખ લાગ્યો. આમાં કોઈની કશી ખાસ પ્રેરણું નહોતી. મારું મન એની મેળે જ વાચન તરફ વળ્યું. “આરબી ભાષેતલ સુરસ. 1 ચમત્કારિક ગષ્ટી” નામનું પુસ્તક મેં પહેલું વાંચવા માંડયું. આ પછી થોડેક જ વખતે રામચંદ્ર પાંડુરંગ વૈદ્યનું “પ ધ” માસિક મારા હાથમાં આવ્યું. તેમાં પ્રગટ થયેલી “ગુપ્તરંગ'ની કવિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust