________________
જૈન શ્રમણ
૨૯
આત્માઓને ત્યાંથી બહાર કાઢવામાં સફળ થયો નથી. સંસારમાં સુખનું પરિવર્તન જોઈએ છે.....જ્યારે અધ્યાત્મમાં વૃત્તિઓનું પરિવર્તન જોઈએ છે.
એમ કહેવાય છે કે કાળ શાસન અમીટ છે. પણ કાળની અમીટતાને પોતાનાં ધર્મસંસ્કારપૂત જીવન વડે ઘડીભરને માટે થંભાવી દેનાર, કાળને પણ આશ્ચર્યના ભાવથી ઘડીભર પલકારો મારતો અટકાવનાર, કાળની સમુદ્રતરંગોની રેતીના કિનારા પર પવિત્ર પગલીઓ પાડી પાછળ આવનાર અન્યોને માર્ગ બતાવી જનાર બે ચાર નથી પણ હજારો છે.
(ગ્રંથ પ્રેરકશ્રી ગુરુદેવનું યોગદાન) દોઢેક દાયકા પહેલા સૌપ્રથમ ભાવનગરમાં અને તે પછી મુંબઈ વાલકેશ્વરના ચાતુર્માસ દરમ્યાન પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના દર્શન વંદનનો લાભ મળ્યો. પછી તો સંપર્ક ચાલુ રહ્યો. ૧૯૯૩-૯૪માં પૂજ્યશ્રીની પ્રેરણાથી મહારાષ્ટ્રના નાગપુરમાં શ્રી પદ્માવતી ગ્રંથનું વિમોચન શ્રી છબીલદાસ મહેતાના વરદ્ હસ્તે શાનદાર રીતે ગોઠવાયું. પ્રસંગોપાત પૂજ્યશ્રીની પ્રેરણા મળતી રહી. ચોવીસ ગ્રંથોનું યશસ્વી પ્રકાશન થયું અમારી ગ્રંથશ્રેણીનો છેલ્લો ગ્રંથ જૈન શ્રમણ ઉપરનો પ્રગટ થઈ રહ્યો છે તેમાં પણ પૂજ્યશ્રીએ અનુગ્રહના મંગલ મેઘ વરસાવ્યા છે.
(ગુણગ્રાહી શ્રમણોનો ગુણવૈભવ :) પંચેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને જેમણે સંયમની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, દર્શન, જ્ઞાન અને ચારિત્રની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષપદને જે પામે છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ પર પહોંચીને આત્માના વિરાટ સ્વરૂપને નીરખીને તેમાં જે રમમાણ રહે છે તે સૌ આપણી વંદનાના અધિકારી છે. તીર્થકરો રાજવંશીય હતા, ગણધરો અને કેટલાયે આચાર્યો જૈનેતર હતા. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિ આદિ બ્રાહ્મણવંશના હતા, સ્વયંપ્રભસૂરિ અન્ય કુળમાં જન્મ્યા હતા. વર્તમાન પરંપરાના પૂ. ચારિત્રવિજયજી બુંદેલખંડના બ્રાહ્મણ હતા. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. પટેલ હતા. વર્તમાન શ્રમણ સમુદાયમાં પણ ઘણા જૈનેતરો છે. જૈનધર્મમાં વ્યક્તિના મૂલ્યાંકનનો આધાર તેના જાતિ, કુળ કે ઉંમર ઉપર નથી, પણ તેનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિકાસ ઉપર અવલંબે છે.
(શ્રમણોની આરાધના : મોક્ષપ્રાપ્તિનું એક માત્ર લક્ષ્ય) મોક્ષનો ઉપાય યોગ છે. એમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ રત્નત્રયી છે. પૂર્વના સંસ્કારો અને ભવિતવ્યતાના યોગે આ રત્નત્રયીની આરાધના અલગ અલગરૂપોવાળી બને છે. કોઈને ધ્યાન, કોઈને જાપ, કોઈને તીવ્ર તપ ફાવે છે. આ બધાં સાધનોમાંથી છેવટે મુક્તિ જ ચરમ ધ્યેય છે. કોઈ આ જ ભવમાં મોક્ષે જાય, કોઈ વળી ભાવિમાં મોક્ષે જ જવાના હોવા છતાં તુરત મોક્ષ ન મેળવે પણ બીજા ભવમાં ધનસમૃદ્ધિ મેળવી શાસનવૃદ્ધિમાં તેને વિનિયોજી આગળ વધે, કોઈ વળી દેવ બની શાસનરક્ષા કરે.
(મોક્ષમાર્ગની પરંપરામાં દેવ, ગુર, ધર્મ આરાધ્ય છે.) વીતરાગ સર્વજ્ઞ દેવ, મહાવ્રતધારી ગુરુ, અને શ્રુતચારિત્રરૂપ ધર્મ અને તેના આધારરૂપ ચતુર્વિધ સંઘ એ ધર્મારાધનાના સાક્ષાત્ લક્ષણો છે. ધર્મારાધનામાં સમ્યફદ્રષ્ટિ દેવી દેવતાઓ ધર્મસુરક્ષા, સંકટ વિદન હરણ અને તપ-વૈરાગ્યમાં વૃદ્ધિ-સહાય આપતા રહે છે. કાઉસગ્નધ્યાન સાથે સમ્યદ્રષ્ટિ દેવી-દેવતાઓનું સ્મરણ સાધનામાં
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org