________________
નાદિને લગતી છેઅને ઉન્નતિ એ
જતાં રસધારા તૂટવાની આછી આછી સંભાવના જણાતી હતી, એટલે એ અવતરણુ મુદ્રિત કરવાનું નક્કી કર્યું. - મૂળ ગ્રંથકારે કથાપાત્રો અને કથાઓનો ભાવ એટલે સરસ આલેખ્યો છે કે જેને વાંચતા આપણું હૈયું ડોલી ઉઠે. પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યક દ્રમુકની વાત વાંચીએ ત્યારે આપણને આપણે આત્મા કેવો દ્રમક છે એને ખ્યાલ આવી જાય છે. બીજા પ્રસ્તાવમાં આત્મા નિગોદથી નીકળી કયા ક્રમે ઉન્નતિ પામે છે. એની વિગત રમૂજી ભાષામાં લખી છે. અને ત્રીજા પ્રસ્તાવથી હિંસા–વૈશ્વાનરસ્પર્શનાદિને લગતી વાત ચાલુ થાય છે.
ચોથા પ્રસ્તાવનું તત્વજ્ઞાન એટલે કર્મસાહિત્યને ભંડાર. મહાદિ આઠ રાજવીઓ એ મેહનીયાદિ કર્મોના પ્રતીકે બતાવી ગ્રંથકારે પોતાની શકિતનો અપૂર્વ પરિચય બતાવ્યું છે. પાંચમા
છઠ્ઠા–સાતમા પ્રસ્તાવ સુધી સંસારબ્રમણનું ભાન કરાવી આઠમા પ્રસ્તાવમાં આત્માની સિદ્ધ દશાને ખ્યાલ અને પ્રાપ્તિ એ ખૂબ મજેદાર છે. - આ રીતે આઠ પ્રસ્તાવમાં જીવ નિગોદથી નીકળી મેક્ષે જાય
ત્યાં સુધી સ્વચ્છ (યથાર્થ) ઈતિહાસ રજુ થાય છે. આ ગ્રંથ ખરી રીતે આત્મદર્શનને નિર્મળ આરીસો છે. એમાં આપણું જીવનની અવનતિ અને ઉન્નતિનો ઇતિહાસ પ્રતિબિંબિત થએલો જણાય છે. આત્માની વિભાવદશામાં થતાં મનેવિકારો, કષાય, તૃષ્ણાઓ અને એના કારણે થતી યાતનાઓ વિગેરે હૂબહૂ જણાવ્યા છે.
આ ગ્રંથના અવતરણનું કાર્ય વડિલના આશીર્વાદના કારણે મુનિ ક્ષમાસાગરજીએ પૂર્ણ કર્યું છે, એ અનુમોદનાપાત્ર છે સાથે બેઓને અનેક આવા શાસનની સેવાના અને સુરક્ષાના કાર્યો કરવાનું પળ મળે એવી ભાવના રાખું છું.