________________
૨૦
આદિ ગુણોની પ્રાપ્તિ થઇ જ હતી. એથી તેમને શુદ્ધાજ્ઞાયોગ (અરિહંત વચનની નિરતિચાર આરાધના) પ્રાપ્ત થયો જ હતો. તમોએ જેને અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર તરીકે કલ્પેલો છે તે શુદ્ધાજ્ઞાયોગથી પણ તેમના અશુભાનુબંધનો વિચ્છેદ કેમ ન થયો ?
ઉત્તર- જેવી રીતે ત્રિફળા વગેરે ઔષધ સદા, આદરથી, વિધિપૂર્વક અને યુક્ત લેવામાં આવે તો જ કંડુ વગેરે રોગનો નાશ કરે છે, અન્યથા રોગનો નાશ ન કરે. તેવી રીતે શુદ્ધ આજ્ઞાયોગ પણ (સદા, આદરથી, વિધિપૂર્વક અને યુક્ત હોય તો) અશુભાનુબંધ રૂપ રોગનો નાશ કરે છે.
શુદ્ધાશાયોગ ઔષધના દૃષ્ટાંતથી અશુભાનુબંધનો વિચ્છેદ કરતો હોવાથી જ ભગવાને સાધુ-શ્રાવકને યોગ્ય ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાનોમાં અપ્રમાદને અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર કહ્યો છે, અર્થાત્ અપ્રમાદપૂર્વક જ આજ્ઞાયોગ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે એમ કહ્યું છે. અહીં તાત્પર્ય એ છે કે જેમ ઔષધ લેવા માત્રથી રોગનો નાશ થઇ જતો નથી, કિંતુ પૂર્વે કહ્યું તે પ્રમાણે લેવાથી રોગનો નાશ થાય છે. એમ કેવલ આજ્ઞાયોગથી અશુભાનુબંધનો વિચ્છેદ થતો નથી, કિંતુ અપ્રમાદ સહિત જ આજ્ઞાયોગ અશુભાનુબંધનો વિચ્છેદ કરે છે. એથી જ જો અશુભાનુબંધનો વિચ્છેદ ન થયો હોય તો સમજવું જોઇએ કે શુદ્ધાશાલાભ રૂપ અપ્રમાદ જ નથી, અર્થાત્ શુદ્ધાશાયોગનો લાભ થયો છે, પણ અપ્રમાદ સહિત શુદ્ધાશાયોગનો લાભ થયો નથી એમ સમજવું જોઇએ. કારણ કે (નિશ્ચયનયની દૃષ્ટિએ) જે કારણ પોતાના કાર્યને ઉત્પન્ન ન કરે તે કારણ કારણભાવને પામતું નથી, અર્થાત્ તે કારણ કારણ જ ન કહેવાય. આથી અશુભાનુબંધનો વિચ્છેદ ન થયો હોય તો અશુભાનુબંધનો વિચ્છેદ કરનાર તરીકે જેનું નિરૂપણ કરાઇ રહ્યું છે તે શુદ્ધાશાલાભરૂપ અપ્રમાદ પોતાના સ્વરૂપને પામવા સમર્થ બનતો નથી, અર્થાત્ શુદ્ધાશાલાભરૂપ અપ્રમાદનો અભાવ છે, એમ સમજવું જોઇએ.
પૂર્વપક્ષ— જો એમ છે તો અશુભાનુબંધનો વિચ્છેદ ન થવાં છતાં ઘણા શુદ્ધાશાયોગવાળા વર્ણવાતા જોવામાં આવે છે. તેથી દોષ કેમ ન થાય? અહીં તાત્પર્યાર્થ આ છે- શાસ્ત્રમાં એવા ઘણા જીવોનું વર્ણન આવે છે કે તે જીવોના અશુભાનુબંધનો વિચ્છેદ થયો ન હતો. છતાં તેમને શુદ્ધાશાયોગની પ્રાપ્તિ થઇ હતી. તેથી અહીં વિરોધ રૂપ દોષ કેમ ન આવે ?
ઉત્તરપક્ષ—જે શુદ્ધાજ્ઞાયોગ અનંતર૫ણે અશુભાનુબંધના વિચ્છેદનો હેતુ ન બને તે શુદ્ધાશાયોગ પણ પરંપરાએ અશુભાનુબંધના વિચ્છેદનો હેતુ બને તેવા શુદ્ધાશાયોગનો સાધક હોવાથી ઇષ્ટ છે.