________________
૩૯૦- એષણા સમિતિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનશર્મ સાધુની કથા થનાર અને અશુભ કરનાર જાણીને સુગુરુઓના ચરણોમાં પુત્રની સાથે દીક્ષા લીધી. હવે એકવાર જેણે નદીઓ અને સરોવરો સુકવી નાખ્યા છે અને જંગલો બાળી નાખ્યા છે તેવી ભયંકર ગ્રીષ્મઋતુ પ્રવર્તે. આવા સમયે ગચ્છની સાથે વિહાર કરતા ધનમિત્ર મુનિ ધનશર્મની સાથે એકાક્ષ નગરના માર્ગે જઈ રહ્યા છે. માર્ગમાં ધનશર્મ બાલમુનિ કોઈપણ રીતે તૃષાથી તેવી રીતે પીડાયા કે જેથી તેમની આંખો ભમે છે, મૂર્છા આવે છે, ચાલતાં પગ અવ્યવસ્થિત મૂકે છે, ગળું અત્યંત સુકાઈ ગયું છે. તેથી ગચ્છની સાથે જવા માટે અસમર્થ તે પાછળ દૂર આવે છે. પિતા મુનિ પણ તેના રાગથી તેની જ નજીકમાં આગળ રહીને જાય છે. પછી માર્ગમાં વચ્ચે કોઇપણ રીતે નદી આવી. તે નદી કાંઠે નિરંતર રહેલા લવલી નામની લતાના વનના ઠંડા પવનથી જેના તરંગરૂપી હાથ ઉલ્લસિત થયા છે, એથી જાણે મુનિવરોને સ્વાગત પૂછતી હોય તેવી હતી. તે નદીનું જલ શીતલ અને વિમલ હતું. તેથી સ્નેહથી મોહિત થયેલા ધનમિત્ર મુનિએ બાલમુનિને કહ્યું: હે વત્સ! આવ, આ પાણીને પી. જેથી સ્વસ્થ થયેલો તું જવા માટે સમર્થ થાય. આ પ્રમાણે કહીને પિતા મુનિ આગળ જઈને નદીના સામા કાંઠે ગયા. ત્યાં આ મારાથી લજ્જા ન પામે એમ વિચારીને વૃક્ષના આંતરે રહે છે.
પછી એકલા બાલમુનિ નદીની મધ્યમાં આવીને પાણીની અંજલિ ભરીને જેટલામાં ઉપાડે છે તેટલામાં તેને આગમવચનનું સ્મરણ થયું. તે આ પ્રમાણે-“અતિશય જ્ઞાનીઓએ પાણીમાં કંપતા અસંખ્ય જીવો કહ્યા છે, તથા પાણીમાં રહેલા (પોરા વગેરે) જીવો પ્રત્યક્ષ પણ દેખાય છે. આવા પાણીને જે પીએ છે તે સાધુ કેવી રીતે હોય?” ઇત્યાદિ આગમમાં કહેલા વચનોને યાદ કરીને તેણે વિચાર્યું કે, હે મૂઢ જીવ! તે આ શું આદર્યું છે? મહાવ્રતોને લઈને અને જિનેન્દ્ર વચનોના પરમાર્થને જાણીને તું શું આ પ્રમાણે ભૂલી ગયો છે? કે જેથી આવું અકાર્ય કરે છે. તારે બીજી રીતે પણ ચોક્કસ મરવાનું છે. તેથી બોધ પામ. નિષ્કલંક ચારિત્રરૂપ રત્નવાળા તને હમણાં મૃત્યુ યોગ્ય છે, અર્થાત્ ચારિત્રને કલંક્તિ બનાવ્યા વિના મરી જવું એ યોગ્ય છે. સ્નેહથી મૂઢ થયેલા પિતા મુનિ જે આજ્ઞા આપે છે તે પણ તારું અહિત કરનાર છે. વીતરાગ વચનને છોડીને બીજું કોઈ જીવોનું હિત કરનાર નથી. આ પ્રમાણે ભાવના ભાવતા બાલમુનિ યતનાથી પાણીને મૂકીને નદીના સામા કાંઠે ગયા. પછી (મુનિના શરીરમાં રહેવાની) આશા તૂટી જતાં પ્રાણોએ બાલમુનિને છોડી દીધા. શુભપરિણામવાળા અને અખંડવ્રતવાળા તે વૈમાનિક દેવમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનથી પૂર્વભવના વૃત્તાંતને જુએ છે ત્યારે પોતાના બાલમુનિના શરીરને તે રીતે પડેલું જુએ છે. મારું મૃત્યુ જાણીને અહીં મુનિઓને ખેદ ન થાઓ એમ વિચારીને પોતાના શરીરમાં અધિષ્ઠિત થઈને પિતા-મુનિને દર્શન આપે છે. બાલમુનિને આવતા જોઈને પિતા-મુનિ મુનિસમુદાય ભેગા થઈ