________________
એષણા સમિતિમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધનશર્મ સાધુની કથા-૩૮૯ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરાય તો શું અનિષ્ટ પ્રાપ્ત થાય? એ પ્રશ્નનો ઉત્તર કહે છે
जइ नरवइणो आणं, अइक्कमंता पमायदोसेणं । पावंति बंधवहरोहछेज्जमरणावसाणाणि ॥ १८२॥ तह जिणवराण आणं, अइक्कंमता पमायदोसेणं । पावंति दुग्गइपहे, विणिवायसहस्सकोडीओ ॥ १८३॥
જેવી રીતે પ્રમાદદોષથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા લોકો બંધ-વધ-કેદ-છેમરણ સુધીનાં દુઃખોને પામે છે, તે રીતે પ્રમાદદોષથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા જીવો દુર્ગતિમાર્ગમાં એક હજાર ક્રોડ(-ખર્વ જેટલા) વિનિપાતને પામે છે. [૧૮૨-૧૮૩]
આ પ્રમાણે થયે છતેजो जह व तह व लद्धं, गिण्हइ आहारउवहिमाईयं । समणगुणविप्पमुक्को, संसारपवड्ढओ भणिओ ॥ १८४॥
જે સાધુ આહાર-ઉપધિ વગેરે ગમે તે રીતે મળેલું ગ્રહણ કરે છે. શ્રમણગુણોથી રહિત તેને સંસારવર્ધક કહ્યો છે [૧૮૪] .
હવે એષણાશુદ્ધિનું મહત્ત્વ બતાવતા ગ્રંથકાર એષણાશુદ્ધિમાં દઢ રહેનારા મહર્ષિઓને નમસ્કાર કરવા દ્વારા એષણાશુદ્ધિના પાલનમાં આદરની ઉત્પત્તિ થાય એ માટે કહે છે
धणसम्मधम्मरुइमाइयाण, साहूण ताण पणओऽहं । कंटट्ठियजीएहिवि, ण एसणा पेल्लिया जेहिं ॥ १८५॥
ધનશર્મ અને ધર્મરુચિ વગેરે તે સાધુઓને હું નમેલો છું કે જેમણે કંઠે પ્રાણ આવવા છતાં એષણાને દૂષિત ન કરી.
વિશેષાર્થ- અમાસુક (=સચિત્ત) અને અષણીય (=દોષિત)નો ત્યાગ કરતો સાધુ એષણાસમિત થાય છે. આથી પહેલું ધનશર્મ સાધુનું દૃષ્ટાંત અપ્રાસુકના ત્યાગમાં જાણવું. તે દૃષ્ટાંત આ છે
ધનશર્મ સાધુનું દૃષ્ટાંત હું માનું છું કે દરેક ઘરે ભમતાં બુદ્ધિમાન ગુરુવડે જેને પામીને દેવોનું ગુરુપણું પ્રાપ્ત કરાયું તે ઉજ્જૈની નામની નગરી અહીં પ્રસિદ્ધ છે. ત્યાં ઘણા વૈભવવાળો ધનમિત્ર નામનો વણિક રહે છે. તેનો ધનશર્મ નામનો પુત્ર છે. ધનમિત્રે સંસારને અશુભ, અશુભમાંથી
૧. અહીં પ્રતમાં ગાથાના પૂર્વાર્ધમાં અશુદ્ધ જણાય છે. આથી અટકળથી અર્થ લખ્યો છે.