________________
ચરણશુદ્ધિ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [એષણા સમિતિ-૩૮૭ શાસ્ત્રમાં કહ્યું છે કે “સાધુ કાનોથી ઘણું સાંભળે છે, આંખોથી ઘણું જુએ છે, જોયેલું અને સાંભળેલું બધું ય મુનિ કહેવાને માટે યોગ્ય નથી.” કારણ કે સંગરહિત મુનિઓને સાવદ્ય બોલવું યોગ્ય નથી. પરની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિ કરવી એ શાસ્ત્રમાં અને લોકમાં વિરુદ્ધ છે. પછી સેનાધિપતિએ કહ્યું: બહુ કહેવાથી શું? તમે ગુપ્તચર છો. સાધુએ કહ્યું: અમે ગુપ્તચર નથી, કિંતુ સાધુ છીએ. સેનાધિપતિએ પૂછ્યું: આમાં પ્રમાણ શું છે? સાધુએ કહ્યું: આત્મા અહીં પ્રમાણ છે. જડ માણસોને પ્રમાણ દુર્લક્ષ્ય હોય છે, પણ હોંશિયાર માણસોને નહિ. સેનાધિપતિએ કહ્યું: આવાં વચનોથી ક્યારે પણ હું તમને ન છોડું. સેનાધિપતિએ આમ કહ્યું ત્યારે મુનિ બોલ્યા: તમે જે જાણો તે કરો. સેનાધિપતિએ કહ્યું હું જે કરીશ તેને સહન કરવાની તમારી શક્તિ ક્યાંથી હોય? મુનિ બોલ્યાઃ શક્તિમાનના વચનથી તે શક્તિ પણ મારામાં થશે. સેનાધિપતિએ પૂછ્યું: શક્તિમાન કોણ છે? મુનિએ જવાબ આપ્યોઃ તે સર્વજ્ઞજિન અનંત શક્તિમાન છે. તે નરનાથ! મોક્ષના અર્થીઓને તેમના વચનથી શું દુઃસહ છે? હે નરાધિપ! જેનું વચન વિસંવાદી ન હોય તેવા મનુષ્યથી કહેવાયેલા રત્નાકરમાં જતા રત્નના અર્થીઓ એવું કયું દુઃસહ છે કે જેને સહન કરતા નથી. (રપ) ઇત્યાદિ કહેતા તે મુનિ લોકથી અને સિદ્ધાંતથી દૂષિત થાય તેવું એક પણ વચન ન બોલ્યા. તેથી સેનાધિપતિ હર્ષ પામ્યો. ભક્તિથી પ્રણામ કરીને તેણે કહ્યું: હે મુનિ! આપના દર્શનમાં જ આ પ્રમાણે નિપુણતાથી કહેલું જણાય છે, પણ બીજે નહિ. તેથી મને ધર્મ કહો. તેથી સંગત મુનિએ તેને ધર્મ કહ્યો અને અણુવ્રતો આપ્યા. પછી જેનું સન્માન કરાયું છે એવા મુનિ ત્યાંથી ગયા. આ પ્રમાણે બીજાએ પણ ભાષા સમિતિમાં નિપુણ બનવું જોઈએ. [૧૭૮].
આ પ્રમાણે સંગતમુનિનું કથાનક પૂર્ણ થયું. હવે એષણાસંબંધી સમિતિને કહે છેआहारउवहिसिजं, उग्गमउप्पायणेसणासुद्धं ।। गिण्हइ अदीणहियओ, जो होइ स एसणासमिओ ॥ १७९॥
અદીનહૃદય જે સાધુ ઉદ્ગમ-ઉત્પાદન-એષણાથી શુદ્ધ હોય તેવા આહાર-ઉપધિશવ્યાને ગ્રહણ કરે છે તે એષણાસમિત થાય છે.
વિશેષાર્થ– ઉગમ=આહાર આદિની પ્રથમ ઉત્પત્તિ. ઉત્પાદન=ઉત્પન્ન થયેલા જ આહાર આદિને મેળવવા. એષણા=ઉત્પન્ન થયેલા જ આહાર આદિને લેતી વખતે થનારી શોધ. આહાર=અશન વગેરે. ઉપધિ=શરીર ઉપર પહેરવાનું વસ્ત્ર વગેરે. શયા=ઉપાશ્રય.
અદીનહૃદય=અપ્રાપ્તિ આદિમાં પણ વ્યાકુળતાનું (દીનતાનું) આલંબન ન લેનાર.