________________
ભાષાસમિતિમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંગતસાધુની કથા-૩૮૫ વિશેષાર્થ- બહુ- સાધુએ બહુ ન બોલવું જોઇએ. બહુ બોલનારની અનાભોગ આદિથી અનેક અસત્યવચન આદિમાં પ્રવૃત્તિ થાય એ સંભવિત છે.
લઘુતાજનક- પ્રવચન આદિની લઘુતા કરે તેવું ન બોલવું જોઇએ. જેમકે- કોઇ ઘનાઢ્યને જોઈને કોઈક સાધુ દીનતાનું આલંબન લઈને કહે કે, હું તમારો છું, તમને છોડીને બીજો કોઈ મારો નિર્વાહકર્તા નથી. ઇત્યાદિ.
સાવદ્ય- જેમ કે, હે ગૃહસ્થ! તું બેસ અથવા આવ ઇત્યાદિ સાવદ્ય ભાષા ન બોલવી. નિષ્ફર- જેમ કે, એ કાણા! એ કોઢિયા! ઇત્યાદિ કઠોર ભાષા ન બોલવી.
અસંબદ્ધ- જેમ કે, ગંગા અને યમુનાની વચ્ચે હરડે દશ હાથ છે. ગણેશ રાહુથી ગ્રસ્ત થયે છતે હું ચિત્રકૂટ જઇશ. ઇત્યાદિ સંબંધ વગરની ભાષા ન બોલવી.
ગૃહસ્થજનઉચિત- જેમકે, હૈ, હો, હલે ઇત્યાદિ ગૃહસ્થલોકને યોગ્ય ભાષા ન બોલવી. આ પ્રમાણે લોક અને આગમથી વિરુદ્ધ બીજું પણ ભાષાસમિત ન બોલે. [૧૭૭] આ જ વિષયનો દૃષ્ટાંતસહિત ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છેन विरुज्झइ लोयठिई, वाहिजइ जेण नेय परलोओ ।
તવ વવ્યાપતિ વાવશેષ:, વિં વધુના? :तह निउणं वत्तव्वं, जह संगयसाहुणा भणियं ॥ १७८॥
જેનાથી લોકસ્થિતિ વિરુદ્ધ ન થાય અને પરલોક બાધિત ન થાય તે જ બોલવું જોઇએ. વિશેષ કહેવાથી શું? જેવી રીતે સંગત સાધુએ કહ્યું તે રીતે નિપુણ કહેવું જોઇએ. આ સંગત સાધુ કોણ છે? કહેવાય છે
સંગતસાધુની કથા કોઈ ગચ્છમાં શુભગુરુના ચરણોની પાસે રહેલા અને ઉત્તમવૃક્ષની જેમ પોતાના સેંકડો-ગુણોથી જીવોને હર્ષ કરનારા સંગમ નામના મુનિ હતા. શાસ્ત્રના સારને જાણનારા, ગંભીર, વચનમાર્ગમાં કુશલ, ગુણરૂપ રત્નોનાં રોહણગિરિ તે મુનિ ગુરુની સાથે વિહાર કરતા કોઇક નગરમાં આવ્યા. ત્યાં ગુરુએ જ્ઞાનથી જાણ્યું કે આ નગરમાં કેટલાક દિવસો પછી શત્રુસૈન્ય આવશે. આ નગર નહિ ભંગાય. પણ કેટલાક દિવસો સુધી સૈન્યનો ઘેરો થશે. ત્યાં તેમના ગ્લાન વગેરે સંબંધી ઘણાં કામો રહેલાં છે. તેથી ત્યાં પણ તે કામો
૧. આ આખું વાક્ય દ્વિઅર્થી છે. અહીં વૃક્ષના પક્ષમાં પૂર એટલે વૃક્ષનું મૂળિયું એવો અર્થ છે. અને
સ૩= શકુન (પક્ષી) એવો અર્થ છે.