________________
૩૮૬- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ભાષાસમિતિ માટે કેટલાક મુનિઓથી યુક્ત અતિશય ગીતાર્થ સંગત સાધુને મૂકીને ગુરુ અન્યસ્થળે વિહાર કરે છે. હવે કેટલાક દિવસો પછી ત્યાં તે શત્રુસૈન્ય આવ્યું. સૈન્યનો ઘેરો રહેલો હતો ત્યારે સંગત મુનિ કોઈપણ રીતે નગરમાંથી નીકળીને પર સૈન્યમાં ભિક્ષાચર્યા માટે ફરવા લાગ્યા. ભિક્ષાચર્યા માટે ફરતા તે મુનિ ત્યાં સેનાધિપતિની દૃષ્ટિમાં પડ્યા. આ વખતે સેનાધિપતિ અને મુનિની વચ્ચે થયેલો વાર્તાલાપ નીચે મુજબ છે. સેનાધિપતિ – તમે અહીં ક્યાંથી આવ્યા? મુનિ - નગરમાંથી. (મુનિએ ક્ષોભ વિના જ ઉત્તર આપ્યો.) સેનાધિપતિ – જો એમ છે તો નગરના રાજાનો અભિપ્રાય શો છે કહો. મુનિ - અમે જાણતા નથી. સેનાધિપતિ – અહીં લોકોનો શો અભિપ્રાય છે? મુનિ - આ પણ અમે જાણતા નથી. સેનાધિપતિઃ- તમે નગરમાં રહેવા છતાં આ પણ કેમ જાણતા નથી? મુનિઃ- કારણ કે અમે આ વિષયમાં અધિકારી નથી. મુનિઓ શાસ્ત્રનો અભિપ્રાય
જાણવામાં જ અધિકારી છે. સેનાધિપતિ – જો એમ છે તો લોક આ વિષયમાં શું કહે છે? મુનિ - અમે જાણતા નથી. સેનાધિપતિઃ- જો એમ છે તો રાજાને હાથી-ઘોડા (વગેરે) સાધન કેટલું છે? મુનિઃ- હે રાજન! આ પણ અમે જાણતા નથી.
આ પ્રમાણે વચનસંયમથી તુષ્ટ થયેલો હોવા છતાં ખોટો કોપ કરીને સેનાધિપતિ કહે છે- શું તમારે આંખો નથી? કાન નથી? જેથી આ પ્રમાણે કહો છો? પાપરહિત અને ઉત્કંઠારહિત મુનિએ તેને કહ્યું: આંખો અને કાન હોવા છતાં અમે આ વિષે એનો ઉપયોગ કરતા નથી. કારણ કે મુનિઓના કાન સિદ્ધાંતવચનના શ્રવણના અધિકારી હોય છે. તેમની આંખો પણ શુભધ્યાનના લક્ષમાં લાગેલી હોય છે એમ તમે જાણો. પછી સેનાધિપતિએ કહ્યું: જનમધ્યમાં અને નગરમધ્યમાં પણ ફરતા તમે સાંભળો છો અને જુઓ છો. તેથી માયામૃષા કેમ બોલો છો? મુનિએ કહ્યું: હે નરનાથ! જો કે ક્યાંક સંભળાય છે, ક્યાંક કંઈક દેખાય છે, તો પણ તે મુનિઓને કહેવા યોગ્ય નથી. કારણ કે ૧. વતિયં અતિશય.