________________
• ભૂમિકા •
તવાર્તાધિગમ સૂત્ર ૪) ચોથી બાજુ દક્ષિણના વિહારોમાં સંવિગ્ન-ગીતાર્થ મહાપુરુષોનો સંપર્ક ઘણો ઓછો જેથી કાંઈ પણ શંકા-સમાધાન ન થઈ શકે. આમ ચારેબાજુથી એવા તો ફસાણા કે વાત ન પૂછો.
૫) એમાં અધૂરામાં પૂરું પ્રસ્તુત કાર્ય કરી શકે તેવા અનુભવી મુદ્રણ કર્તા પણ ન મળ્યા જેથી વિલંબ થતો રહ્યો.
૬) દક્ષિણ બાજુના વિહારોમાં કોઈ ગ્રંથ જોઈતો હોય, કોઈ જ્ઞાની ગુરુભગવંતોનું માર્ગદર્શન જોઈતું હોય કે ટાઈપસેટીંગ કરાવવું હોય તો એ બધા માટે ગુજરાતમાં જ contact કરવો પડે. ત્યાંથી એ બધું મંગાવતા/મોકલતા સહજતયા ૧-૨ મહિના પણ ઘણીવાર થઈ જતા.
૭) સાધુઓને પાઠો, વાચના, વ્યાખ્યાનો આદિ પ્રવૃત્તિઓમાં પણ ધાર્યા કરતાં વધારે સમયનું વપરાવું.
उद्यमेनहि सिद्ध्यन्ति कार्याणि न मनोरथैः । આ બધા કારણોસર કાચબાની ગતિએ ધીમે ધીમે કાર્ય ચાલતું હતું. એ રીતે આગળ વધતા વધતા કોઈને કોઈ એવો Short cut નાનો રસ્તો જડી જતો કે જેનાથી ક્યારેક ધાર્યા કરતાં વધુ પ્રગતિ થઈ જતી, જેથી પાછો ઉદ્યમમાં ઉત્સાહ, ઉમંગ ભળી જતો.
* सदा पृच्छकेन भाव्यम् * ૧) કેટલાક સ્થાને એવા પદાર્થો આવ્યા કે જેનો સંપ્રદાય જ હમણાં મળતો નથી. એવા કેટલાક જટિલ સ્થાનોનું સમાધાન મહાગીતાર્થ મહાપુરુષોને પૂછાવીને કર્યું જેમકે કેવલદર્શનની ચર્ચા, અજાપાટકનું દષ્ટાંત, નરક અને તિર્યચોમાં ઔપશમિક ભાવને છોડી ચાર ભાવને સ્વીકારવાની વાત વગેરે.
નં તત્ત્વવિચારdi # ૨) કેટલાક ઠેકાણે એવા ગંભીર પદાર્થો આવ્યા કે જેના ઉકેલ ખૂબ દિવસો સુધી ઉહાપોહચિંતન કરતાં કરતાં છેવટે જગ્યા, જેમકે ભાવોના કમભેદ અને સંખ્યાભેદનું પ્રયોજન.
જે પાનું ફરે સોનું ખરે છે ૩) કેટલાક સ્થાનો એવા અશુદ્ધ આવ્યા કે જેમાં લહીયાઓની અશુદ્ધિ કારણ હતી જેને ઉકેલવા માટે અનેક હસ્તપ્રતોને ખૂબ ઉથલાવવી પડી, જેમકે અનુરાણિ ગતિઃ, પાંચ શરીરોના ૧૩ વિકલ્પોમાંથી ૧૨મો વિકલ્પ (પૃષ્ઠ-૨૩૮) વગેરે.
આ વાંચે પણ ન કરે વિચાર, તે પામે નહિ સઘળો સાર છે ( ૪) કેટલાક સ્થાનો એવા મતભેદવાળા આવ્યા કે જેના અર્થ બેસાડવા તે બધા મતાંતરોમાં ઉંડા ઉતરવું પડ્યું, જેમકે વેશ્યા અંગેના ૩ મત દર્શાવ્યા છે.
૫) કેટલાક સ્થાન એવા આવ્યા કે જેમાં વિસ્તૃત બાબતોને “આદિ’ શબ્દથી ભલામણ