________________
તાર્યાધિગમ સૂત્ર
• ભૂમિકા •
તત્ત્વાર્થ તીર્થની તારક યાત્રા પ્રથમ અધ્યાય નવરંગપુરામાં પ્રકાશિત થયો હતો. પછી નવરંગપુરા (અમદાવાદ)થી ૧) વાપી, ૨) ચેન્નઈ, ૩) બેંગલોર, ૪) વિજયવાડા, ૫) મૈસૂર, ૬) દાવણગિરિ, ૭) ચેન્નઈ, ૮) ભાવનગર, ૯) ઈરલા-મુંબઈ, ૧૦) ગોરેગાંવ-મુંબઈ આમ ૧૦ વર્ષની સંયમ અને વિહાર યાત્રા વચ્ચે વધુ વ્યસ્તતા છતાં તત્ત્વાર્થ રૂપ જ્ઞાન તીર્થની તારક અનુવાદ યાત્રા ખૂબ જ મંદગતિએ ચાલુ જ રહી. જેથી દેવગુરુના પાવન અનુગ્રહ તથા ચતુર્વિધ શ્રીસંઘના સહાયક બળે આ બીજા અધ્યાયના સંશોધન, સંપાદન અને અનુવાદનું કાર્ય સંપૂર્ણ થયું.
# શુભસ્ય શીઘ્રમ્ આમ તો પૂર્વે એક સાથે બધા અધ્યયનો પ્રકાશિત કરવાની ગણતરી હતી પણ એ બધાને એક સાથે પ્રકાશિત કરતાં ઘણો સમય લાગી જાય તેમ હોવાથી, અને પ્રથમ અધ્યાયના અધ્યેતા વર્ગનો શીધ્રાતિશીઘ દ્વિતીય ભાગ પ્રકાશિત કરવાનો અત્યાગ્રહ હોવાથી તૈયાર થતાંની સાથે આ પ્રકાશિત કરાય છે. ત્રીજા અને ચોથો અધ્યાય પ્રેસમાં છે અને પાંચમા અધ્યાયના અનુવાદનું કાર્ય મંદગતિએ ચાલી રહ્યું છે.
# ગાગરમાં સાગર + પ્રથમ અધ્યાયના અનુવાદ પ્રકાશન પછી જયારે બીજા અધ્યાયનું કામ હાથમાં લીધું ત્યારે એમ હતું આ તો ફટાફટ થઈ જશે કેમકે જે પ્રમાણ પદાર્થો હતા તે તો પ્રથમ અધ્યાયમાં કહેવાઈ ગયા. હવે તો બધા પ્રમેય પદાર્થો જ આવવાના છે. પ્રાયઃ કરીને જે જટિલતા અને લિષ્ટતા પ્રમાણ પદાર્થોમાં હોય છે તે પ્રમેય પદાર્થોમાં હોતી નથી. માટે આ બીજા અધ્યાયનું કાર્ય તો શીઘ્રતાથી થઈ જશે એવું લાગતું હતું. પણ અમારી આ કલ્પના ભાંગીને ભુક્કો થઈ ગઈ. કેમકે જેમ જેમ કાર્ય કરતાં ગયા તેમ તેમ અનેક નવી નવી ગુંચવણો ઉભી થવા લાગી. ગાગર સમજી પ્રવેશ્યા હતા પણ આ તો સાગર નિકળ્યો.
આ શ્રેયાંતિ વવિનાનિ ૧) એક બાજુ આ ક્લિષ્ટ ટીકાની ઉભી થતી નવી નવી ગુંચવણો કે જેને લીધે એકને ઉકેલીએ ત્યાં બીજી ૧૩ તૈયાર થઈ જાય.
૨) બીજી બાજુ અવારનવાર આવી પડતી ચોમાસા, છરી' પાલિત સંઘ, નવ્વાણું, ઉપધાન, આવાસીય શિબિરો, સંસ્કાર સદન, પ્રતિષ્ઠા, દીક્ષા, જોગ, પદવી વગેરે શાસન કાર્યોની જવાબદારીઓ. જેથી આ કાર્ય માટે જોઈએ તેટલો સમય જ ન મળે. સમય ક્યાંથી કાઢવો એના માટે દિમૂઢ થઈ જતા.
૩) ત્રીજી બાજુ દક્ષિણના વિહારોમાં એક પણ સુવ્યવસ્થિત અને સમૃદ્ધ જ્ઞાન ભંડારનો અભાવ કે જેથી રેફરન્સ આદિ માટે આવશ્યક ગ્રંથો/પુસ્તકો કાંઈ ન મળે.