________________
ઇ8િ8888888888 પ્રકાશકીય રફુરણા છ%89%99%
પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન તત્ત્વબોધદાયી પ્રવચનકાર પંન્યાસ પ્રવર પૂ. શ્રી ઉદDભવિજયજી મ. સા.ના આચાર્યપદારોહના મંગલ પ્રસંગે
સકલ શ્રી સંઘ સમક્ષ સ્વપજ્ઞભાષ્ય અને સિદ્ધસેનીય ગંધહસ્તિટીકાના અનુવાદ સહિત તત્ત્વાર્થાધિગમ સૂત્રના દ્વિતીય અધ્યાયને પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ.
૫૦૦ ગ્રંથના સર્જનહાર વાચપ્રવર પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે તવાર્થ સૂત્ર ભાષ્યની રચના કરેલ છે. જેમાં મોક્ષમાર્ગ રૂપ ધર્મની શરૂઆતથી માંડી મોક્ષ પ્રાપ્તિ સુધીનો માર્ગ, એટલે કે આત્મા પરમાત્મા સ્વરૂપ બને તે પર્વતની આત્મ સાધના માટે ઉપયોગી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ વગેરે | વિષયોનું આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવેલ છે. કુલ ૧૦ અધ્યાયમાં આ સૂત્ર વિભાજિત છે.
આ સૂત્ર + સ્વપજ્ઞ ભાષ્ય ઉપર, ગંધહસ્તિ તરીકે ઓળખાતા પૂ. શ્રી સિદ્ધસેન ગણિવર્યે કુલ ૧૮,૨૮૨ શ્લોક પ્રમાણ ગંધહસ્તિ ટીકા રચેલી છે. આ સુંદર ટીકા સૂત્ર અને ભાષ્યના રહસ્યોને ખુલ્લા કરી || ગ્રંથને સ્પષ્ટ કરે છે. તેમ છતાં ટીકાની ગહનતા, વિશાળતાને કારણે કેટલાક મુમુક્ષુ વર્ગને પદાર્થ હૃદયંગમ ન થાય તે સ્વભાવિક છે. તેથી જિજ્ઞાસુ વાચક વર્ગને સ્પષ્ટ વિશદ બોધ થાય તે ધ્યાનમાં રાખી યોગનિષ્ઠ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કેસરસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ગચ્છાધિપતિ પરમોપકારી પૂજ્યપાદ ભોપાલ તીર્થોદ્ધારક, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ઉદયપ્રભવિજયજી ગણિવર્યે “હેમગિરા” નામે ગુજરાતી વ્યાખ્યા = અનુવાદ કરેલ છે.
આ સરલ + સુબોધ અનુવાદને વાંચ્યા પછી વાસ્તવમાં તે હેમગિરા છે એવું જણાયા વગર રહેશે નહિ. પ્રાચીન મુદ્રિત પ્રકાશનોમાં રહેલી અશુદ્ધિઓને ૧૮ હસ્તલેખિત પ્રતો દ્વારા દૂર કરી મૂળગ્રંથ તથા ટીકાને શુદ્ધ કરવાનું અને અધ્યતા વર્ગને કુશલ અધ્યાપકની ગરજ સારે તે રીતે સ્પષ્ટ ગુજરાતી વ્યાખ્યા લખવાનું એક અત્યંત આવશ્યક અને ઉપયોગી કાર્ય પંન્યાસશ્રીએ કરેલ છે.
પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.ના મંગલ આશીષથી યોગનિઝ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કેસરસૂરીશ્વરજી મહારાજાના હસ્તે આલેખિત ધ્યાનયોગ, ગૃહસ્થ ધર્માદિ ગ્રંથોનું પ્રકાશન, પુનઃમુદ્રણ તેમજ કલ્પસૂત્ર, પંચસૂત્ર, ધર્મરત્નપ્રકરણાદિ ગ્રંથોનું સાનુવાદ પ્રકાશન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ જ શૃંખલામાં આજના સમયને અનુરૂપ, સમસ્ત જૈન સમાજને આદરણીય એવા આ તત્ત્વાર્થાધિગમ સૂત્રના શ્રી સિદ્ધસેનીય ટીકા (ભાગ-૨)ના સાનુવાદ પ્રકાશનનો લાભ પૂજયશ્રીએ અમને આપ્યો તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, (કારવાડી તીર્થ) – ચેન્નઈ - ૬૬ ધન્યવાદને પાત્ર છે.
પ્રાન્ત પ્રસ્તુત તસ્વાર્થાધિગમ સૂત્રના અધ્યયન-પરિશીલન અને પરિણમન દ્વારા સહુ કોઈ પરમપદને વહેલી તકે પ્રાપ્ત કરે એ જ મંગલ કામના.
શ્રી વિજય કેશર-ચંદ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન, ગિરિવિહાર ટ્રસ્ટ - પાલિતાણા