Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Udayprabhvijay
Publisher: Keshar Chandra Prabhav Hem Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ ૭િ૭૭૭ અંતરના આશીર્વચન. શ્રતના વધામણાં ૭696969 ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા મોહના કાળજાળ તાપથી સંતપ્ત માનવીને શ્રુતગંગા જ અનુપમ શીતલતા બક્ષે છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થંકરદેવ કથિત, શ્રી ગણધર ભગવંત રચિત, શ્રુતજળનો વિવિધ સ્વરૂપે સંગ્રહ કરી પૂર્વધર આદિ પૂર્વાચાર્યોએ આ જિનશાસનને સદા નવપલ્લવિત અને આજ સુધી જીવંત રાખેલ છે. એમાંય વળી હુંડા અવસર્પિણીકાળના પ્રભાવે બૌદ્ધિક મંદતાદિ દોષોને કારણે શ્રુતગ્રહણ અતિ કઠિન થઈ પડતા, જેમ યુગપ્રધાનાચાર્ય ભગવંત શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી આદિ પૂર્વાચાર્યોએ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ રૂપ ૪ અનુયોગોમાં શ્રુતને વિભાજિત કરી શ્રુતપ્રાપ્તિને સુગમ કરી, જગત ઉપર મહાન ઉપકાર કરેલ છે, તેમ શ્રુતસંગ્રહ કળાના શિલ્પી એવા વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ સમસ્ત જૈન સંપ્રદાયોને સુસમ્મત એવા તવાથધિગમ સૂત્રની રચના કરી, જે સમગ્ર જૈન તત્ત્વામૃતના અર્ક = નિચોડરૂપ છે. જેના ઉપર શ્વેતાંબર દિગંબર આચાર્યોએ ખૂબ ખેડાણ, ટીકા રચવા દ્વારા કર્યું છે, એમાં શિરમોર ટીકા ગંધહસ્તિ સિદ્ધસેનીય છે, જે વર્તમાન કાળે ગંધહસ્તિ મહાભાષ્ય તરીકે ઓળખાય છે અને જે ગ્રંથ એક દાર્શનિક સ્વરૂપે પ્રતિષ્ઠિત છે. તેની પંક્તિઓની જટીલતાને લઈ કેટલાક સમયથી તેનું વાંચન અલ્પ થઈ ગયું છે. એ પંકિતઓની દુર્ગમતાને સુગમતાનું સ્વરૂપ આપવા આ ટીકાના રહસ્યોને પ્રગટ કરવાનું મહાભારત કાર્ય મારા પરમ વિનયી-વિદ્વાન શિષ્ય પંન્યાસ શ્રી ઉદuભવિજયજી ગણિવર્ય હાથમાં લીધું. અનેક પ્રાચીન તાડપત્ર અને હસ્તપ્રતિઓનું માધ્યમ લઈને ખૂબ ચીવટ અને ધીરજ સાથે પ્રથમ ભાગનું સંશોધન-સંપાદન-પ્રકાશન કર્યું. | ડગલુ ભર્યું તે ભર્યું હવે પાછું ના હટવું, ના હટવું..... એવા ઉત્સાહ અને ધૈર્ય સાથે અનુવાદ યાત્રા આગળ વધારી. સમુદાય-શાસનના અનેક કાર્યો, વિહારો, પ્રભાવક ચાતુર્માસો આદિ સાથે અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ બીજા અધ્યાયનો ભાવાનુવાદ પૂર્ણ કર્યો છે, જે મારા માટે અને સમુદાય માટે ગૌરવનો વિષય છે. આ પરિશ્રમ સાધ્ય ભગીરથ કાર્યમાં મુનિ શ્રી યુપ્રવિજયજી આદિ સર્વ મુનિ ભગવંતો સહાયક બન્યા એ પણ ખૂબ અનુમોદનીય છે. એમની ભાવના ભાવિમાં કમશઃ દશ અધ્યાયનો અનુવાદ કરવાની છે. નિર્જરાલક્ષી આ મહાન શ્રુતકાર્ય શીધ્રાતિશીધ્ર નિર્વિઘ્નપણે સંપૂર્ણતાના શિખરને આંબે ! એવા મારા અંતરના શુભાશીષ એમને પાઠવું છું. અને પ્રસ્તુત બીજા અધ્યાયના અધ્યયન-અધ્યાપન દ્વારા મુમુક્ષુ વર્ગ આત્મ કલ્યાણને સાધે એજ અંતરેચ્છા. - આચાર્ય વિજય હેમપ્રભસૂરિ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 376