________________
શ્રી સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન-લઘુવૃત્તિ
પંચમ અધ્યાય (પ્રથમ પાદ )
આગળના ત્રીજા અને ચોથા અધ્યાયમાં ધાતુનાં રૂપોની સાધના સમજાવી છે એટલે ત્રણે કાળમાં વપરાતાં ક્રિયાપદને સાધી બતાવેલાં છે, જેમાં સામાન્ય ક્રિયાપદ, પ્રેરક ક્રિયાપદ, ભાવે ક્રિયાપદ, કર્મણિ ક્રિયાપદ, સનંત ઈચ્છાદર્શકક્રિયાપદ, યહંત અને મલ્લુબંત -અતિશય અને ફરી કરીને થનારી ક્રિયાના સૂચા- ક્રિયાપદો તથા નામધાતુઓનાં રૂપ, આત્મપદ અને પરમપદને ઉપયોગ વગેરે બધું જ સમજાવેલું છે.
આ પ્રકરણમાં ધાતુઓને લગતા કાલસુચક એટલે વર્તમાન કાળના, ભૂતકાળના તથા ભવિષ્યકાળના પ્રત્યયોના ઉપયોગની તથા તે તે કાળની વિશિષ્ટતાસૂચક પ્રત્યયોના ઉપયોગની પણ સમજૂતી આપવાની છે એટલે એક રીતે આ સમજૂતી ક્રિયાપદો વિશેની જ સમજવાની છે. આ ક્રિયાપદને લગતા પ્રત્યય ઉપરાંત ધાતુ દ્વારા નામ બનાવવાના પ્રત્યયોનું વિધાન કરેલું છે. કાળસૂચક જે પ્રત્યયો બતાવેલા છે તેને ત્યાર કહેવામાં આવે છે અને નામ બનાવનારા પ્રત્યયને કૃત સંજ્ઞા આપેલી છે. નીચે જણાવેલ સૂત્ર પ્રત્યય બાબત સમજણ આપે છે.
સાતમોડાદ્ધિ શત છે . ?. ? આ પ્રકરણમાં એટલે આ આખા અધ્યાયમાં છેક છેલ્લે હેત્વર્થ કૃદંતન સૂચક તુમ પ્રત્યય કમાં વાપરવો તે હકીકત બતાવેલી છે. એટલે સૂત્રકાર કહે છે કે, તુમ સુધીના જે જે પ્રત્યેનું વિધાન કરેલું છે, તે તમામ પ્રત્યેની શ્રેન સંજ્ઞા સમજવી. વિહિત કરેલા પ્રત્યમાં આગળ જણાવ્યા પ્રમાણે ક્રિયાપદને લગતા પ્રત્યે પણ આ અધ્યાયમાં બતાવેલા છે અને તેની ચા સંજ્ઞા જણાવેલી છે. અહીં આ સ્વાઢિ પ્રત્યયોની ત્ સંજ્ઞા ન સમજવી. પણ માત્ર ધાતુ દ્વારા નામ બનાવવા માટે જે જે પ્રત્યયો વપરાય છે તેની જ ા સંજ્ઞા સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org