________________ સિદ્ધહેમ શબ્દાનુશાસન (લઘુવૃત્તિ) ખંડ 2 " નો પરિચય આ બીજ ખંડમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા અ ને સમાવેશ કરવામાં આવેલ છે. તથા જેને ઉપગ ત્રીજા અધ્યાયના ત્રીજા પાદથી માંડીને પાંચમા અધ્યાયના અંત સુધી થાય છે એવા 1982 ધાતુના તથા બીજા સૌત્ર ધાતુ વગેરે ધાતુના સંગ્રહવાળો ધાતુપાઠ પણ આ વ્યાકરણને છેડે આપવામાં આવેલ છે. પાંચમા અધ્યાયના ચારે પાદમાં બે હકીકત આવેલ છે એક તો ધાતુને લાગતી વર્તમાન વગેરે વિભક્તિઓ કયા કયા કાળમાં વપરાય છે. બીજી, ધાતુને જુદા જુદા પ્રત્યય લગાડી કેવાં કેવાં નામે પેદા કરી શકાય છે. આ ઉપરાંત સ બંધક ભૂતકૃદંત બનાવવા સારુ જે જે પ્રત્યે વપરાય છે તેની સવિસ્તર પ્રક્રિયા આપેલ છે અને હેત્વર્થ કૃદંત બનાવવાની પણ પૂરી પ્રક્રિયા આવી ગઈ છે. આ પછી છઠ્ઠા અને સાતમા આ બને અધ્યાયમાં નામને જુદા જુદા પ્રત્યે લગાડી જુદા જુદા અર્થના સૂચક વિવિધ નામે પેદા કરી શકાય છે. છેલ્લા સાતમા અધ્યાયને અંતે ગ્રંથકારે વ્યાકરણમાં વપરાતી કેટલીક પરિભાષામાં સમજાવેલ છે તથા છેલ્લા એક સૂત્રમાં અંતિમ મંગળ રૂપે “સમર્થ પદ વાપરી પદવિધિનું સામર્થ્ય બતાવી સાતમે અધ્યાય પૂરો કરેલ છે. અને સંસ્કૃત વ્યાકરણની સમાપ્તિ કરેલ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન (લઘુવૃત્તિ) ખંડ 2 રૂ. 38-00 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org