________________
+
શુભસંગ્રહ-ભાગ પાંચમો
२-ब्रह्मचर्य
કેટલાએક લેખકેને એ અભિપ્રાય છે કે, સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાથી રોગ થાય છે, તે કુદરત વિરુદ્ધ છે; પણ આ વાત ખોટી છે. જ્યાં જોઈએ ત્યાં સૃષ્ટિમાં ઉંચા પ્રકારનું ગૃહસ્થ બ્રહચર્ય જ ન હોત તે પશુપક્ષીઓનું જે સૌંદર્ય જોવામાં આવે છે તે જોવામાં ન આવત. મેંનું ઉંચા પ્રકારનું સૌંદર્ય બ્રહ્મચર્યને આભારી છે. બીજો દાખલો આપણે સિંહને જોઇએ. સિંહ પોતે ઋતુગામી છે, તેનું વીર્ય અમેઘ વીર્ય ગણાય છે; કારણ કે તે અફળ જતું નથી. કારણ કે બ્રહ્મચર્યના ઘણું ખરા નિયમો જાણે અજાણે સિંહ અચૂક પાળે છે.
બ્રહ્મચર્યની વ્યુત્પત્તિ બ્રહ્મનચરિન. બ્રહ્મનનો અર્થ વેદોમાં પરબ્રહ્મનસ્વતંત્રતા, ધર્મજ્ઞાન, સત્ય, પરમાત્મા વગેરે. ચારિત્રનો અર્થ પ્રયત્નશીલ પુરૂષાર્થ, ઉત્સાહની સાથે પ્રયત્ન કરવાવાળા થાય છે. આથી કરીને બ્રહ્મચારીનો અર્થ અનેક પ્રકારને ઉંચી કાટીને અભ્યાસ કરવાવાળા તથા તેને જીવનમાં ઉતારવાવાળો થઈ શકે. ટુંકામાં પોતાના આદર્શને ધ્યાનમાં રાખી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું છે.
હવે આપણે સૃષ્ટિનું નિરીક્ષણ કરીએ. મેઘ પણ ઊર્ધ્વરેતા છે એટલે કે તે પૃથ્વી પરનું જળ ખેંચી ઉપર ધારણ કરી રાખે છે અને યોગ્ય વખતેજ પૃથ્વી ઉપર વરસાદરૂપે મોકલે છે. વૃક્ષો પોતે પિતાના મૂળદ્વારા ઉપર રસ ખેંચે છે અને પરિપકવ થયા સિવાય તેમજ યોગ્ય સમય થયા સિવાય પિતાના વીર્યાના નિરર્થક વ્યય કરતાં નથી. પશુપક્ષીઓમાં પણ આજ નિયમ છે. તેમનાં બચ્ચાં ઘણુંજ સંદર હોય છે, જ્યારે મનુષ્યનાં છોકરાં ઘણાંજ રોગી જોવામાં આવે છે. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે, બ્રહ્મચારીના શરીરમાં અનેક દે વાસ કરે છે. દેવને અર્થ આ જગાએ પૃથ્વીતત્ત્વ, અગ્નિતત્વ, જળતત્વ, વાયુતત્ત્વ અને આકાશતત્ત્વ કરવાને છે; અને આ પાંચ તો જ્યારે યોગ્ય પ્રમાણમાં હોય છે, ત્યારે શરીર તથા મન નીરોગી રહે છે એટલે દેવતાઓ પ્રસન્ન રહે છે. વળી દરેક શરીરમાં ચાર વર્ણ હોય છે. શિર(માથુ)-માથાનું કામ બ્રાહ્મણનું છે. છાતી તથા હાથ-છાતી તથા હાથનું કામ ક્ષત્રિયનું છે. પેટ તથા જાંધનું કામ વૈશ્યનું છે. પગનું કામ શકનું છે. આ ચારે વર્ષોએ પિતપોતાનું કામ બરાબર કરવું જોઈએ અને તે નીચેના નિયમ જેવાથી સ્પષ્ટ થશે. જે માણસ બ્રહ્મચર્ય પાળતો નથી, યોગ વગેરેનાં સાધન કરતું નથી, તેની ઈદ્રયો તેને વશ રહેતી નથી અને પરિણામે દુઃખી થાય છે. આ બ્રહ્મચર્યને વિષયે ઘણોજ કઠણ છે અને તે ઉત્તમ ગુરુની સેવા કરવાથીજ સાથે થાય છે. આ વિષય સાધ્ય થયે ઉત્તમ પ્રકારનું શરીરબળ, મનોબળ તથા આત્મબળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ધર્મની ખબર પડે છે અને તેથી તે પછીના ગૃહસ્થાશ્રમ તથા સંન્યાસાશ્રમ ઉત્તમ રીતે પાળી શકાય છે. બ્રહ્મચર્યા શ્રમમાં ધર્મ તથા તપનું જીવન ગાળવું જોઈએ. સુખદુઃખ તથા હાનિલા અને ટાઢતડકાનું ધ્યાન છોડી દઈ કાર્યસિદ્ધિ તરફ લક્ષ રાખી ઉત્સાહ કાયમ રાખવો જોઈએ.
સદરહુ વિષય માટે હાલની સરકારી શાળાની પ્રથા પ્રમાણે વર્ગો કાઢથે ઝાઝું ફળ આવવાને સંભવ નથી. આ વિષય માટે ગુરુકુળની પ્રથા ઉત્તમ છે. ગુરુના ઘરમાં શિષ્ય પુત્રવત રહેવું જોઈએ. આથી શિષ્ય ગુર્ના તમામ ગુણે જોઈ શકે છે, અને જે તેઓ તેનું અનુકરણ પણ કરી શકે, તોજ બ્રહ્મચર્ય ઉત્તમોત્તમ રીતે રાખી શકાય. આદર્શ આચાર્યો, આદર્શ રાજાએ તેમજ રાજપુરુષે ગૃહસ્થોને લાયક મનુસ્મૃતિમાં વર્ણવેલું બ્રહ્મચર્ય પાળવું જોઈએ, જે બદલ નીચેના નિયમેમાં ઘેડું વર્ણન કરવામાં આવશે. આ નિયમ નીચે પ્રમાણે છે –
૧–પાંચ વિષયને તેણે સંયમ પાળવો જોઈએ.
(૧) શબ્દને સંયમ-તેણે સાચું બોલવું જોઈએ. ઘણુંજ થોડું બોલવું, જોઈએ તેના કરતાં એક પણ શબ્દ વધારે બોલ ન જોઇએ અને સાંભળવું તે પણ સારા માણસોનું બોલેલું. ટુંકામાં તેણે સારાં શાસ્ત્રને અભ્યાસ કરશે તથા તેનું મનન કરવું. આજકાલ નાટક-સિનેમા તેમજ અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com