Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
હે ભદ્રા !
જ્યાં
ભેદને નહિ જાણનારા મનુષ્યની સેવા આ ત્રણ મનુષ્યાનુ ઝેર છે. પોપટે કહ્યું : મારા અપરાધને ક્ષમા કર. ફરી તેવું નહિ કરું. પાપટે આ પ્રમાણે ઘણું કહ્યું છતાં પોપટીએ ન માન્યું. પાપટે કહ્યું : તેા કુલનું કારણ મારા પુત્રને આપ, જેથી જવું હોય ત્યાં જતા રહું અને તું પણ તને સુખ ઉપજે તેમ રહે. પોપટીએ કહ્યુ : એક તેા જાતે અપરાધ કર્યો અને વળી પુત્રને માગે છે! હે પેાપટ! તું અતિશય કુશળ છે. ખરેખર ! જગત રાજ વગરનું છે. આ પ્રમાણે વિવાદ કરતા તે બંનેને પુત્રની માલિકી કેાની ? એ વિષે સંશય થયા. આથી રાજકુલમાં જઇને બંનેએ પેાતાની વિગત કહી. રાજાએ વિચાર્યું : જેમ ખેતરમાં ખીજ વાવીને ઉત્પન્ન થયેલું ફળ ખેતરના માલિક મેળવે છે તે જ પ્રમાણે પુત્રરૂપ સંતાનને પિતાએ જ મેળવવું જોઇએ. આ પ્રમાણે વિચારીને રાજાએ પુત્ર પેાપટને અપાવ્યેા. પાપટીએ આ મર્યાદાને (=ન્યાયને) ચાપડામાં લખાવી. વૈરાગ્યયુક્ત પેાપટીએ આમ્રવૃક્ષની નીચે બેઠેલા શ્રુતજ્ઞાનીને વંદન કરીને પોતાનું આયુષ્ય પૂછ્યું. જ્ઞાનીએ કહ્યું : હે પે।પટી ! તેં મનુષ્ય આયુષ્ય બાંધ્યું છે. આજથી ત્રીજા દિવસે મંત્રીની પુત્રી બનીને રાજપત્ની બનીશ. કયારેક જોઈને ( = વાંચીને ) ઉપયાગથી જાતિસ્મરણુજ્ઞાન - થાય એમ વિચારીને તેણે સાધુએ કહેલા વૃત્તાંતને મંદિરની ભીંતમાં લખ્યો. પછી મુનિની પાસે જઇને વધતા શુભાશયવાળી તેણે વિધિથી અનશનના સ્વીકાર કર્યા અને ખરેાબર પાલન કર્યું. શુભસ્ત્રોથી સૂચિત અને શુભેાદયવાળી તેણે મંત્રીની રતિસુંદરી પત્નીના કુક્ષિરૂપી કમલમાં લક્ષ્મીની જેમ નિવાસ કર્યાં. સમય થતાં તેના જન્મ થયા. રૂપસંપત્તિથી દેવાંગનાને જીતતી તે પુત્રીનુ` ભુવનાનંદા નામ રાખવામાં આવ્યું. સમય જતાં તે મેાટી બની. પૂપુણ્યના પરિપાકથી થાડા જ દિવસેામાં તેણે સરસ્વતીની જેમ કલાસમૂહમાં કુશળતાને ધારણ કરી. એકવાર ઉદ્યાનના આભૂષણ સમાન જિનમંદિરમાં અક્ષરશ્રેણિને જોઇને તેને જાતિસ્મરણુજ્ઞાન થયું, અને એથી તુરત તેણે પાપટના ભવનુ' સ્મરણ કર્યું. આ જ જિનેશ્વરના પ્રભાવથી હું મંત્રીના ઘરમાં ઉત્પન્ન થઈ એમ વિચારીને તે સદા ભક્તિથી જિનપૂજા કરતી હતી. એકવાર રાજાએ મત્રીના ઉત્તમ અશ્વથી અને પેાતાની ઘેાડીએથી જન્મેલા અનેક કિશાર અવાને મંત્રી પાસેથી મંગાવ્યા. ભુવનાન દાએ તે અશ્વકિશારાને આપવા ન દીધા. ન આપવાનું કારણુ ખતાવતાં તેણે કહ્યું: આ અવા પિતાના ઘેાડાથી ઉત્પન્ન થયેલા છે જેનુ` ખીજ હાય તેની જ તે વસ્તુ થાય છે. જો રાજાને આમાં વિશ્વાસ ન આવતા હાય તો પેાતાના ચાપડાને જીએ. કારણકે પાપયુગલના પુત્ર માટે વિવાદ થયા ત્યારે રાજાએ જાતે આ કાય ચાપડામાં લખ્યો છે. ચાપડામાં તે કાયદાને તે પ્રમાણે જ વાંચીને વિસ્મય પામેલા રાજાએ ભુવનાનંદા ખાલપ'ડિતા છે એમ જાણ્યું.
કેટલાક દિવસો પસાર થયા બાદ રિપુમન રાજા ભુવનાનંદાને પરણ્યા. પરણ્યા પછી રાજાએ (માત્ર દેખાવથી) ગુસ્સે થઈને જીવનાનંદાને આદેશ કર્યો કે, હે પ્રિયા !
૨૩