Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત નિશ્ચયષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર છે.
સોભાગી જિન. / પ-૪. શુદ્ધ ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે હોવા છતાં કલિયુગના (પાંચમા આરાના) પ્રતાપે, અભ્યાસની હીનતાના કારણે, પોતપોતાના મતોના આગ્રહોના કારણે, કેવલી, તીર્થંકરપ્રભુ અને પૂર્વધરાદિના વિરહના કારણે, તથા મિથ્યાત્વની તીવ્રતાના કારણે કેટલાક આત્માઓ “ધર્મનું સાચું સ્વરૂપ” સમજતા નથી અને જગતના જીવોને સમજાવતા પણ નથી. પોતપોતાના મનથી માની લીધેલા વ્યવસાયોમાં જ ધર્મ છે. એમ સમજે છે અને જગતને સમજાવે છે. ધર્મ પ્રાપ્ત કરવાની ઘેલછાવાળી અને ભોળી એવી પ્રજાને આડોઅવળો અને ઉધો રસ્તો બતાવી છેતરે છે. પ્રજાની અજ્ઞાનતાનો લાભ લઈ તેઓના આત્મધનને લુંટે છે. તેવા આત્માઓ પ્રત્યે (હૈયામાં રોષ ન લાવતાં) ભાવકરુણા ભરી દષ્ટિ રાખીને તેઓને સુધારવા માટે અને આત્માર્થી જીવોને તેવા કુગુરુઓથી બચાવવા માટે “હિત શિખામણ રૂપે” નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ સમજાવવા સ્વરૂપે આ સ્તવનની રચના પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ કરી છે.
કુટુંબમાં જેમ ભારે કલેશ વ્યાપ્યો હોય, કોઈ કોઈને કહી શકતું કે સમજાવી શકતું ન હોય અને અંતરવેદના જ્યારે અત્યન્ત વધી ગઈ હોય ત્યારે કુટુંબનો કોઈ સમજુ ડાહ્યો સભ્ય, દૂર દૂર દેશમાં રહેતા પોતાના નિકટના સગપણવાળા અને કુટુંબના સાચા હિતેચ્છુને કાગળ લખે છે અને તેમાં પોતાના ઘરની અને કુટુંબીઓના કલેશની આત્મવ્યથા જણાવે છે. લખીને હૃદય ઠાલવે છે અને કલેશ નિવારણ અર્થે સાચો રાહ બતાવવાની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી વર્તમાનકાળમાં ભરતક્ષેત્રમાં નવા નવા મતોની સ્થાપના દ્વારા ચાળણીની જેમ ચળાતા અને છિન્નભિન્ન થતા જૈનશાસનને જોઈને પીડિતહૃદયે દૂર દૂર દેશમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) બીરાજમાન, અત્યન્ત શુદ્ધ હિતોપદેશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org