Book Title: Sanmati Tarka Prakaran
Author(s): Siddhasen Divakarsuri, Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
પ્રતિઓનો પરિચય સન્મતિતકના સંપાદન માટે જે જે પ્રતિઓને ઉપયોગ કરેલો તેમને વિગતવાર પરિચય નીચે આપવાનું છે. એને અંગે મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:
૧. જૂના જમાનાનાં લખવાનાં સાધનો અને પ્રતિને અર્થ. ૨. ભિન્ન ભિન્ન પ્રાંતની પ્રતિઓ અને તેમનું વર્ગીકરણ. ૩. પ્રતિઓના સંકેતો અને તેમનું સ્પષ્ટીકરણ.' ૪. કાળક્રમ પ્રમાણે વપરાયેલી પ્રત્યેક પ્રતિને પરિચય. ૫. પ્રતિઓની લિપિ-અક્ષરે અને અંકે. ૬. પ્રતિ લખનારાઓએ કરેલી અશુદ્ધિઓ અને લહિયાઓ. ૭. વાંચનારા અને ભણનારાએ કરેલા સુધારાવધારા. ૮. પ્રતિઓની લેખનશૈલી અને અમારી મુદ્રણપતિ.
૯. પાઠાંતરની યોજના અને તેને ઉપયોગ. ૧. જાના જમાનાનાં લખવાનાં સાધનો અને પ્રતિને અથ
પ્રાચીન સમયમાં જેના ઉપર લખાતું તે સાધનના અર્થમાં પણ કે પત્ર શબ્દનો ઉપયોગ થતો હતો; જે હાલ સુધી પાનું કે પનું , શબ્દમાં જળવાયેલું છે. એ પણું કે પત્ર શબ્દ જ સૂચવે છે કે
આપણે ત્યાં પ્રાચીન સમયથી એના વાચ્યાર્થીને જ લખવાના વાહન તરીકે ઉપયોગ થતો; પણ આજે દેશના મોટા ભાગમાં એના વાચ્યાર્થીને ઉપયોગ ઓછો થઈ એને લક્ષ્યાર્થ જ વિશેષ વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org