________________
સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ
દર્શનમોહવિનાશથી, જે નિરમલ ગુણઠાણા તે સમકિત તસ જાણિઇ, સંખેપઇ ખટ ઠાણ II ૨ | - દર્શનમોહનીયકર્મનો જે વિનાશ ક્ષય (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) રૂપ તેહથી જે “નિર્મલ મલરહિત ગુણનું થાનક ઊપજઇ તે નિશ્ચયસમકિત જાણિઈ | ઉક્ત ચ –
સે ય સમ્મત્તે પસત્ય-સમ્મત્ત-મોહણિજ્જ-કમ્માણવેયણોસમ-ખયસમુત્યે સુહે આયપરિણામે પણ7” આ૦૧ (આવસ્મયસુરે, પચ્ચખ્ખાણાવસ્મયે)
તે સમતિનાં સંખેપશું કહિસ્ય તે પટ થાનક જાણવા સ્વસમયશ્રદ્ધાન પ્રકાર તે “સ્થાનક' કહિઍ || ૨ ||
દર્શનમોહનીય કર્મનો વિનાશ એટલે કે ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થતાં જે નિર્મળ ગુણસ્થાનક – ગુણસ્થિતિ પ્રકટ થાય છે તે નિશ્ચયસમ્યકત્વ છે. કહ્યું છે કે “તે સમ્યકત્વ – પ્રશસ્ત સમ્યકત્વ મોહનીય કર્મના અનુવેદન એટલે કે ફલભોગથી અને દર્શનમોહનીય કર્મના ઉપશમ અને ક્ષયથી પ્રકટ થયેલ શુભ આત્મપરિણામરૂપ હોવાનું નિરૂપાયું છે.”
સમ્યકત્વનાં છ સ્થાનક વિષયો છે. પોતાના (જૈન) સિદ્ધાંતમતમાં (શ્રદ્ધાના વિષયોને આધારે) શ્રદ્ધાના છ પ્રકાર થાય છે. તેમને પણ “સ્થાનક' કહ્યાં છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે જાણવાં.
૧. આ
ઇતિ તે પુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org