________________
સમયદશી આચાર્ય પરંપરાની જાતને અખંડ રાખવા અને એનું ગૌરવ સાચવવા સંકે સૈકે, દસકે ધ્રુસકે અને વર્ષો વર્ષે પોતાની સાધના અને સમર્પણભાવનાનું તેલ પૂરતા જ રહ્યાં છે. અને એમાં ચતુર્વિધ સંઘના સામાન્ય વર્ગને ફાળો પણ મહત્વનો છે.
આત્મસાધનાને વરેલા આ સાધકે એક બાજુ પિતાના દેને દૂર કરવા તપ, જપ, ધ્યાન, મન અને તિતિક્ષાને આશ્રય લઈને આધિ
વ્યાધિ-ઉપાધિનાં કષ્ટોને અદીનભાવે સહન કરતા રહ્યા છે અને ત્યાગ, વિરાગ્ય અને સંયમને માગે પિતાની આત્મશક્તિને પ્રગટાવતા રહ્યા છે; તો બીજી બાજુ સામાન્ય જનસમૂહમાં ધર્મભાવનાની લહાણી કરીને એને વ્યસનમુક્તિ, પ્રામાણિકતા, સેવાપરાયણતા અને ધર્મકરણીને માગે દેરતા. રહીને એમની ભક્તિને વિકસિત કરતા રહ્યા છે. જાજરમાન તીર્થસ્થાને, ભક્તિ અને કળાનાં સંગમ સમાં જિનમંદિરે, ધર્મ સ્થાને અને પ્રાણુરક્ષાનાં જો આ વાતની સાક્ષી પૂરે છે.
આ બધીય પ્રવૃત્તિઓનું પ્રેરણાસ્થાન છે અહિંસા, સંયમ અને તપની આરાધનાને વરેલે ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ. એ ધર્મનું શરણ સ્વીકારીને કંઈક આત્માઓ પોતાના જીવનને સર્વમંગલમય બનાવી ગયા અને જગતને સ્વ-પરિકલ્યાણના સાચા રાહનું દર્શન કરાવતા ગયા.
આવી જ ગૌરવભરી જૈન પરંપરામાં વિક્રમની વીસમી સદીમાં થઈ ગયા આચાર્ય પ્રવર શ્રી વિજ્યાનંદસૂરિજી–આત્મારામજી મહારાજ; જૈન સંઘના મહાપ્રભાવક જાતિધર. સંઘની ઓસરતી ધર્મભાવનાને ખરે વખતે ટકાવી રાખીને એમણે ભગવાન મહાવીરના ધર્મની ધજાને ઊંચે ફરકતી રાખી; અને પિતાના ઉત્તરાધિકારી તરીકે અનેક સમર્થ સાધુઓની જૈન સંઘને ભેટ આપી.
યુગદશ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી આવા જ એક સમર્થ સાધુપુરુષ થઈ ગયા. ધર્મરક્ષા, સંઘરક્ષા અને જ્ઞાનરક્ષાની એમની અનેક પ્રવૃત્તિઓથી વિક્રમી વીસમી અને એકવીસમી સદીનો જૈન પરંપરાને ઈતિહાસ ગૌરવશાળી બને. આચાર્ય શ્રી વિજયવલ્લભન્ન રિજી, એ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ તરફથી જૈન સંઘને મળેલી અમૂલ્ય ભેટ.
જીવમાત્રની કલ્યાણકામના અને સમતાભરી આત્મસાધનાથી જીવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org