________________
સમયદશી આચાય
તપસ્વીઓ તરફ ક્રવા આદર અને પેાતાની કેવી લઘુતા !
વળી, ધર્મશાસ્ત્રોનુ અધ્યયન-અધ્યાપન એ તેઓને વનરસ હતા. અને એની પાછળની એમની દૃષ્ટિ ઉદાર, સત્યશેાધક અને ગુણગ્રાહક હતી. એટલે એમાં ડૂબકી મારતાં સત્ય અને સમતાનાં કંઈક મૌક્તિકા મળી આવતાં, અને સ ંયમસાધનાને કૃતાર્થ બનાવતાં.
બાકી તા સંકુચિત દ્રષ્ટિ અને કદાગ્રહી બુદ્ધિથી ધર્મ શાસ્ત્રાનુ અધ્યયન કરવામાં આવે તે એ જ શાસ્ત્રો પેાતાનું અને ખીજાનું ભલું કરવાને બદલે બન્નેના હિતના નાશ કરવામાં શસ્ત્રની ગરજ સારે છે, અને સાધકના માર્ગોને અંધકારમય બનાવી દે છે. ધર્મના નામે ૫ થવાદ અને પક્ષાંધતા એમાંથી જ જન્મે છે. પણ મુનિ વલ્લભવિજયજીને એ મા મંજૂર ન હતા.
૪૩
એમ લાગે છે કે તપસ્યા કરતાં કરતાં હૃદય શુષ્ક ન બની જાય અને મન કઠાર, કટુ કે ક્રોધી ન બની જાય એનું મુનિ શ્રી વલ્લભવિજયજી હમેશાં ધ્યાન રાખતા. સાથે સાથે ધર્મશાસ્ત્રોનું અધ્યયન ચિત્તને નમ્રાતિનમ્ર અને વિશાળ બનાવવાને બદલે અભિમાની, સંકુચિત અને કદ્દાગ્રહી ન બનાવી મૂકે એની પણ તેએ પૂરી જાગૃતિ રાખતા.
આને લીધે જ જેમ જેમ તેની સયમયાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ તેનું અંતર વધુ ને વધુ સંવેદનશીલ, કરુણાપરાયણ અને વિશાળ બનતું ગયું, અને સંસારના બધા જીવેશ સાથે તાદાત્મ્ય-એકરૂપતા (આત્મૌપમ્ય) અને મિત્રતાની મંગલકારી લાગણી અનુભવી રહ્યું.
તે વનભર કુસંપને કે વૈવિરોધને દૂર કરીને સપ અને એકતાની સ્થાપના કરવાના, દીન-હીન-ગરીબાના એલી બનવાને, સમાજને ઉત્કર્ષ સાધવાના, ધર્મની જગલહાણું કરવાને!, વિદ્યાને પ્રસાર કરવાને અને દેશનું ભલું કરવાના અવિરત પુરુષાર્થ કરીને એક સાચા ધનાયક અને આદર્શ લાકગુરુ બની શકયા અને ગમે તેવી ઉશ્કેરણીના પ્રસંગે પણ સમતાને અખડિત રાખો શકયા તે આ ગુણવિભૂતિને કારણે જ. સાચે જ, તેઓની આંતર સંપત્તિ અપાર હતી.
આમ જોઈએ તા, મુનિ વલ્લભવિજયજીનું જીવનધ્યેય પેાતાના દાષાને દૂર કરીને પોતાનું આત્મકલ્યાણ કરવાનું હતુ., અને એટલા માટે જ એમણે માતાની ધર્મઆજ્ઞાને શિરે ચડાવીને ત્યાગધર્મના સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org