________________
૧૩૬
સમયદશી આચાર્ય પ્રભાવશાળી વ્યક્તિત્વની સાક્ષી પૂરે એવા છે. વળી, આથી લેકસેવા કે ધિર્મપ્રભાવનાનાં કે જીવન સુધારણાનાં કેટલાંક સારાં કામો પણ થયાં હતાં.
આ બધાથી મનમાં અભિમાન કે કીતિ–નામનાને મેહ જગી ન જાય એ રીતે આચાર્યશ્રી સામે આવેલું ધર્મ કર્તવ્ય બનાવીને અળગા–અલિપ્ત થઈ જતા. આ જ એમનું સાચું આંતરિક બળ અને તેજ બની રહેતું.
૨૪
લોકગુરુ માનવીને સાચે માનવી બનાવવો એ ધર્મનું કામ. અને આવા ધર્મને જીવી જાણે અને ફેલાવી જાણે એ સાચા ધર્મગુરુ. જે દિવસે માનવી પિતાના ઘરસંસારને તજીને કોઈ પણ ધર્મના ગુરુપદનો ભેખ ધારણ કરે છે, તે દિવસથી એ, ખરી રીતે, કોઈ પણ એક પંથ, સંપ્રદાય કે ધર્મને ગુરુ મટીને આખી માનવ જાતની મૂડી બની જાય છે. એટલે વિશ્વમૈત્રી કે વિશ્વકુટુંબ-ભાવનાને આદર્શ નજર સામે રાખીને એ માટે પ્રયત્ન કરવો એ એને ધર્મ અને જીવનક્રમ બની જવા જોઈએ. ધર્મગુરુ લેકગુરુ બને એ જ એની સાધનાની સાચી સફળતા છે. આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીનું જીવન અને કાર્ય આ દિશામાં પણ પ્રેરણા આપે એવું ઉદાત્ત છે.
થોડાક પ્રસંગે જોઈએ.
(૧) શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી ( વિ. સં. ૧૯૫૩) જ આ પ્રસંગ છે. આચાર્યશ્રી પંજાબમાં રામનગરમાં ગયા. વ્યાખ્યાનમાં શ્રાવક કરતાં બીજા વધુ આવતા. ત્યાંના પોસ્ટ માસ્તર એક શીખ સરદાર હતા. એમનાં પ્રવચન સાંભળી એ અને એમનું કુટુંબ આચાર્યશ્રીનું ભક્ત બની ગયું. આચાર્યશ્રીએ વિહાર કરવાનું નકકી કર્યું, તો શીખ સરદાર રૂસણું લઈને બેઠા, અને પિસ્ટ ઑફિસનું કામ પણ બંધ કરી દીધું. ઓફિસની કૂંચીઓ મહારાજશ્રી સામે મૂકીને એ બોલ્યા:
આપને ઈચ્છા હોય તે અહીં રોકાઈ જવાનું નક્કી કરીને બાળકે ભજન લે અને લેકેની નિરાશા માટે એવું કરે; નહીં તે અહીં જ બેઠા છીએ !” આવી મમતાને ઇનકાર કેણ કરી શકે ? તેઓ એક મહિને વધુ રોકાઈ ગયા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org