________________
સમયકશી આચાર્ય
૧૩૭ . (૨) સને ૧૯૫૪માં વિહાર કરતા કરતા મુનિ વલ્લભવિજયજી એક ગામમાં જઈ પહોંચ્યા. જોયું તે, એક મકાનમાં બકરે કાપીને લટકાવેલે ! મુનિશ્રીનું દયાળુ મન ખિન્ન થઈ ગયું. મને તે ગામ છોડીને ચાલ્યા જવાનું થયું, પણ બપોર થઈ ગઈ હતી અને તડકે આકાર હતો. બધા ધર્મશાળાના એક ઓરડામાં ઊતર્યા. એવામાં એક બાઈએ કહ્યું, “મહારાજ, આપે અહીં રહેવા જેવું નથી. અહીં રાત રહેનારને સામાન ચેરાઈ જાય છે, અને
ક્યારેક તો જાન પણ જાય છે. અને આવાં કામ ખુદ મારા પતિ કરે છે ! આપના જેવા સંતોને દુઃખી ન થવું પડે માટે હું આપને અહીંથી ચાલ્યા જવાનું કહું છું.” સાથેના શ્રાવકાએ કહ્યું, “ચેરીથી ડરીને ચાલ્યા જવાની શી જરૂર છે? એ તે લાગશે એવા દેવાશે.” પણ શાણુ મુનિશ્રીએ કહ્યું : “અમારે સાધુઓને તે કશું ચેરાઈ જવાને ભય નથી, પણ તમે જોખમમાં મુકાઓ અને કોઈના જાનમાલનું નુકસાન થાય એ ઠીક નહીં.” થાક અને તાપને વિચાર કર્યા વગર તેઓ ત્યાંથી વિહાર કરી ગયા. ' (૩) વિ. સં.૧૮૫૫ના માલેરાટલાના માસામાં મુન્શી અબ્દુલલતીફ આચાર્યશ્રીના ભક્ત બની ગયા. એક દિવસ એમણે વિનંતી કરી : “ આપ મારે ત્યાં ભિક્ષા લેવા પધારે; હું ગાયનું દૂધ વહેરાવીશ.” આચાર્યશ્રીએ -શાંતિથી પિતાને સાધુધર્મ સમજાવીને એમનું મન જીતી લીધું.
(૪) જયપુરમાં શ્રી દીનદયાળ તિવારી આચાર્યશ્રીના એવા અનુરાગી થઈ ગયા કે ક્યારેક તેઓ વ્યાખ્યાન વખતે ન જઈ શકે તો બારે ઉપાશ્રય જઈને ધર્મચર્ચા કરે ત્યારે જ એમને સંતોષ થતો.
(૫) વિ. સં. ૧૮૭૦માં પાલીતાણામાં મોટી જળહોનારત થઈ. આચાર્યશ્રી બેચેન બની ગયા. એ સંકટગ્રસ્તા માટે સીસોદરાથી તરત જ મદદ મોકલાવી ત્યારે જ એમને નિરાંત થઈ.
(૬) વિ. સં. ૧૯૭ના માસામાં બીકાનેરના એક લાખોપતિ બ્રાહ્મણ સજજન અને એમનાં પત્ની મહારાજશ્રીનાં એવાં અનુરાગી બની ગયાં કે એમણે દેવદર્શન અને સપ્તવ્યસન-ત્યાગને નિયમ લીધે અને ત્રણ વર્ષ સુધી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા કરી. I(૭) આચાર્યશ્રીના ઉપદેશથી લૂણકારણસર ગામના જાગીરદારે શિકાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ' '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org