________________
એકતા અને સના કલ્યાણની ઝંખના
આજના તમારા આનંદ, ઉલ્લાસ, ગુરુપ્રેમ, શ્રદ્ધા, ભાવના અને આશીર્વાદ ત્યારે ફળે કે જ્યારે જેનામાં એકતા થાય. વર્ષોથી જે સાધુતાના વેશ મેં પહેર્યો છે, સદ્ગુરુના જે સંદેશ મેં ઝીલ્યા છે, સમાજનું જે અન્ન મેં ખાધું છે, જે ગુરુભગવંતોના હું સેવક છું, પંજાબની રક્ષાનું બીડું ઝીલ્યું છે, જે શિક્ષણ-સંસ્થાઓની મેં પ્રેરણા આપી છે, જે સમાજના કલ્યાણની ભાવના મે વર્ષોથી સેવેલી છે, જે ધર્મના ઉત્થાન માટે હું જીવી રહ્યો છું, તે સર્વની સાર્થકતા કયારે થશે ? રચનાત્મક ધનસ્વરૂપમાં તે કયારે દેખા દેશે ?
સમય પલટાઈ રહ્યો છે; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર વ્યાપક બની રહી છે; લડાઈની ભીષણતા, મોંઘવારી, બેકારી વિગેરેથી સમાજના નૈતિક જીવન પર વ્યાપક અસર થઈ રહી છે; આવા સમયમાં જૈન સમાજનાં સંસ્થાઓ, મંદિરો, ઉપાશ્રયો, સાધુ-સાધ્વીએ તેમ જ બીજાં ઉપયોગી અંગાની સંભાળ કોણ લેશે ? કરોડો કમાવાથી કે લાખા જમા કરવાથી જીવનની સાર્થકતા નથી થતી. જીવનમાં પારકા માટે, સમાજ, દેશ અને ધર્મ માટે શું કર્યું, એ જ વસ્તુ સાથે આવશે. આ મારી ભાવના છે: જગતના સર્વ જીવો સુખી થાવ. સર્વનું કલ્યાણ થાવ. પ્રત્યેકના જીવનમાં આ ભાવના પ્રદીપ્ત થાવ.
મહત્ત્વનું છે. આ જ
બિકાનેર;
વિ. સ. ૨૦૦૧, ભાઈબીજ.
dain Education International
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી (આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ)
For Private & Personal Use Only
www.jainelibrary.org