________________
સમયદશી આચાય
૧૪૧
એક દિવસ તેઓએ આચાર્ય મહારાજને પૂછ્યું : “ ગુરુદેવ ! અત્યારના સંધર્ષ ભર્યા સમયમાં જૈન સમાજની ઉન્નતિ કેવી રીતે થશે ? ’
સમાજ–ઉત્કર્ષની પેાતાની જીવનભરની ચિંતા અને પ્રવૃત્તિને એક જ સત્રમાં નિચેાડ આપતા હાય એમ, આચાય શ્રીએ કહ્યું : “ સેવા, સ્વાવલંબન, સંગઠન, શિક્ષણુ અને જૈન સાહિત્યનું પ્રકાશન અને અને પાંચ બાબતા ઉપર જ જૈન સમાજની ઉન્નતિના આધાર છે.”
પ્રચાર—આ
શ્રી ઋષભદાસ સ્વામી સમાજકલ્યાણુના એ પચામૃતને સદાને માટે અંતરમાં સંગ્રહી રહ્યા.
આમ એક બાજુ આચાર્યશ્રીની કલ્યાણપ્રવૃત્તિ ચાલતી રહેતી હતી; ખીજી બાજુ દ પોતાનું કામ કર્યે જતુ હતુ.
તા. ૧૨-૮–૫૪ના રાજ આચાર્યશ્રીએ વિદ્યાલયમાંથી મરીન ડ્રાઈવ ઉપરના શેડ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના ખુંગલે જવાની ઇચ્છા દર્શાવી. આચાય મહારાજને ત્યાં લઈ જવામાં આવ્યા.
અહી. ઉપચાર માટે અમૃતસરથી ખાસ એક વૈદ્ય આવ્યા. વૈદ્યની દવાની કંઈક અનુકૂળ અસર લાગી. આચાર્યશ્રી અને બધા કંઈક રાહતની લાગણી અનુભવી રહ્યા. રાજ સવારમાં વાલકેશ્વરના દેરાસરનાં ને પણ જવાના કાર્યક્રમ ચાલતો રહ્યો.
પણ પરિસ્થિતિ એકંદર માનવીના હાથ બહાર થતી જતી હતી, અને કુદરત પેાતાનું કામ જાણે આગળ વધારતી હતી. અને આચાર્યશ્રી તા ાણે જીવન અને મરણુ બન્નેની પેલે પાર જઈ બેઠા હતા—જઈ બેસવા ઝંખતા હતા.
અને આચાર્ય શ્રીની અંતિમ વિદાયની ઘડી પણ આવી પહેાંચી.
વિ. સ. ૨૦૧૦, ભાદરવા સુદ ૧૦ ને મંગળવાર (તા.૨૨-૯-૧૯૫૪ના રાજ ), રાતના ૨-૩૨ વાગતાં, નમસ્કારમંત્ર અને ધર્મસૂત્રોનું શ્રવણ કરતાં કરતાં આચાર્ય મહારાજના આત્મા વધુ ઉચ્ચ સ્થાનને માટે વિદાય થઈ ગયા ! આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી અમર બની ગયા. એક તેજસ્વી નક્ષત્રને પ્રકાશ વિશ્વમાં વેરાઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org