________________
૧૪૦
સમયદશી આચાર્ય હતા. કેઈનું દુઃખ જોઈને એમનું અંતર કરુણાભીનું બની જતું અને એના નિવારણને શક્ય પુરુષાર્થ કર્યા પછી જ એમને નિરાંત થતી. આ રીતે તેઓ વેશથી જૈનધર્મના ગુરુ હોવા છતાં અંતરથી તે સર્વના હિતચિંતક એક આદર્શ લેકગુરુ જ બન્યા હતા; અને આવી ઉન્નત ભાવનાના બળે જ ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી શક્યા હતા.
૨૫
વિદાય
જે જીવન જીવી જાણે એનું મૃત્યુ મહત્સવ બની જાય : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનું જીવન આ સત્યના સાક્ષીરૂપ હતું. , ૮૪ વર્ષની ઉંમર, સંયમ, તપ અને સેવાની સતત પ્રવૃત્તિ અને બીમારી તબિયત–ઉંમરને ઘસાર, પ્રવૃત્તિને ઘસારે અને બીમારીને ઘસાર–એમ ત્રણ ઘસારાથી આચાર્યશ્રીની કાયાને ડુંગર ડોલવા લાગ્યો હતો.
ઉપચારે તે ચાલુ જ હતા. શિષ્ય-પ્રશિષ્ય અને શ્રીસંઘ ખડે પગે સેવા કરતા હતા. એ વખતે આચાર્યશ્રી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં બિરાજતા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકે અને ડોક્ટર બનેલા વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ માટે ગુરુસેવાને આ વિશિષ્ટ અવસર હો. અને આચાર્યશ્રીની ભદ્ર અને ભવ્ય સાધનાને લીધે શહેરના બીજા નિષ્ણાત ડોકટરે, વૈદ્ય, હેમિયોપેથીના નિપુણ ડોકટર, એ બધાની ભક્તિભરી સેવા સુલભ બની હતી.
" પણ આ વખતે અપ્ટેિલાગ્રંથી (એન્સાઈ પ્રોસ્ટેટ ગ્લેન્ડ)ને રેગ કંઈક એવું જ અસાધ્ય રૂપ લઈને આવ્યા હતા કે કોઈ પણ ઇલાજની કારી ફાવતી ન હતી.
અને આ બધું છતાં અચાર્યશ્રી ચિત્તથી સ્વસ્થ અને પ્રસન્ન હતા અને સમાજકલ્યાણ માટેની પ્રવૃત્તિઓને માટે શ્રીસંઘને પ્રેરણા આપતા જ રહેતા હતા; અને એ માટેની પિતાની ઝંખના દર્શાવતા જ રહેતા હતા. . છેલ્લા દિવસોમાં મદ્રાસના જાણીતા ધર્મસાધક સજજન શ્રીયુત ઋષભદાસજી સ્વામી આચાર્ય મહારાજની પાસે રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org