________________
સમયદશી આચાર્ય
re
(૮) વિ. સ’. ૧૯૯૨માં બિનૌલીના હારજને એ આવીને આચાય શ્રીને કહ્યું, મહારાજ, હિંદુ અમને પાણીને માટે પજવે છે; એ દુ:ખ દુર નહીં થાય તા અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.” આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકાએ તરત એમને એક કૂવે બનાવી દીધા.
૧૩૮
*
( ૯ ) વિ. સં. ૧૯૯૫માં રાયકાટના ભાઈઓ આચાર્યશ્રીને પતિયાળામાં મળ્યા અને રાયકાટ પધારવા વિનંતી કરતાં ખેલ્યાઃ આ વિનતી કવળ અમારી જ છે, એવું નથી, પણ એમાં તે સનાતની, આ સમાજી, શીખ, હિંદુ, મુસલમાન બધા સામેલ છે, જુએ, આ અઢીસા સહીઓને નગરજનાને વિજ્ઞપ્તિપત્ર.” આચાર્યશ્રીને એ વિનંતી માન્ય રાખવી પડી.
(૧૦) નારાવાલમાં આચાર્યશ્રીનું સામૈયું થવાનું હતું. ગામ ખૂબ શણગાર્યું હતું. એક મુસ્લિમની દુકાન પાસે તેઓ આવ્યા ત્યારે એ ભાઈએ આચાર્યશ્રીને ઊભા રાખીને સ્વાગત કર્યું અને સ્વાગતનું ગીત સંભળાવ્યું.
(૧૧) વિ. સ. ૧૯૯૭ના સિયાલકોટના ચામાસામાં જન્માષ્ટમીને દિવસે હિંદુ મંદિરમાં વ્યાખ્યાન આપ્યું, તે પછી ત્યાંના હિંદુભાઈની વિનતીથી બધાને જૈન રામાયણ સંભળાવ્યું. તે પછી ગુજરાનવાલામાં એક મૌલવીએ આચાર્ય શ્રીને કહ્યું : આજ અમારી છંદ હેાવા છતાં હું આપની પવિત્ર વાણી સાંભળવા આવ્યા છુ.”
( ૧૨ ) એક ગામમાં આચાર્યશ્રા ગુરુદ્વારામાં ઊતર્યા. શાખાએ તેઓનુ સ્વાગત કર્યું, ઉપદેશ આપતાં મહારાજશ્રીએ શીખ ધર્મના ગુરુઓના ઉપદેશ સમજાવ્યા. પછી જ્યારે શીખભાઈએ જૈનધર્મના સિદ્ધાંતા સમાવવાની પ્રાર્થના કરી ત્યારે એ સમજાવ્યા. શીખા આથી બહુ પ્રભાવિત થયા.
(૧૩) વિ. સં. ૨૦૦૯માં આચાર્યશ્રીએ થાણાના પાગલખાનાની મુલાકાત લઈને એમને આશીર્વાદ આપ્યા હતા. આવા કરુણાપરાયણ ગુરુના આશીર્વાદના તેઓ સાચા અધિકારી હતા.
(૧૪) મુંબઈમાં ચોપાટી ઉપરની વિરાટ સભા પૂરી થઈ અને બધા વીખરાઈ ગયા. એક ભાઈએ આચાર્યશ્રીના ચરણુસ્પર્શી કરીને કહ્યું : મહારાજ, આપ તા મને શેના ઓળખા? પણ મેરઠમાં આપના પ્રતાપે --આપે મારા માથે વાસક્ષેપ નાખેલા તેથીહું ફાંસીની સજામાંથી ખેંચી ગયા અને અત્યારે સુખી છું.' પણ આચર્ચા શ્રીએ તે આથી જરાય ફુલાઈ ગયા.
<<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org