________________
૧૦૦
સમયદશી આચા
રતીને પીલવા જેવું કે પાણીને વલાવવા જેવું નકામું આવે છે; અને કચારેક તેા, સાચી દિશાના જ્ઞાન વગર ખોટી દિશામાં ચાલનાર જેમ પેાતાના ઈષ્ટ સ્થાનની નજીક પહેાંચવાને બદલે એનાથી વધુ ને વધુ દૂર જતા જાય છે એમ, એનું પરિણામ ધાર્યા કરતાં સાવ ઊલટું સુધ્ધાં આવે છે. આવું ન બને અને આદરેલ પ્રયત્ન દ્વારા હાથ ધરેલ કાર્ય ધારણા મુજબ સફળ રીતે પાર પડે એ માટે, તેમ જ જીવનવિકાસના માર્ગે ઉત્તરાત્તર પ્રગતિ થઈ શકે એ માટે પણુ, જ્ઞાનની પહેલી જરૂર પડે છે. માળાના બધા મણકા જેમ દારાથી પાવાયેલા હાય છે, એમ પ્રવૃત્તિમાત્રની સફળતા જ્ઞાનના સૂત્રથી પરાવાયેલી છે. જે વ્યક્તિ એ સૂત્રને આવકારી અને સાચવી જાણે છે, એ પેાતાના જીવનને સફળતાથી સમૃદ્ધ બનાવી શકે છે.
વ્યક્તિની જેમ જે સમાજ, રાષ્ટ્ર કે ધર્મ માં જ્ઞાન-વિજ્ઞાનની વિધ વિધ શાખા-પ્રશાખાઓનું વ્યાપક અને તલસ્પશી ખેડાણ થતું રહે છે તે વિકાસની સૂચમાં આગળ રહે છે અને શક્તિશાળી અને સમૃદ્ધ બનીને પેાતાના અસ્તિત્વને જાજરમાન બનાવે છે, એટલું જ નહીં, વખત આવ્યે એ આગેવાની પણ કરી શકે છે. વૃદ્ઘિર્યસ્ય વરું તસ્ય 1–જેની બુદ્ધિ એનુ ખળ—એ કથન સાવ સાચું છે. હથ્ય અને બુદ્ધિના વિકાસ કરનાર જ્ઞાનવિજ્ઞાનની ઉપાસનામાં જે પાછળ રહે છે તે વિકાસયાત્રામાં પણ પાછળ રહી જાય છે.
વ્યાવહારિક જ્ઞાન—વિદ્યાના પ્રસાર દ્વારા જૈન સમાજને દુન્યવી વિકાસ સાધવાની સાથે સાથે સમાજની ઊછરતી પેઢીમાં ધાર્મિકતા અને સંસ્કારિતાનું બીજરાપણ કરવાના સમથ પુરુષાર્થ યુગદી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી જૈન સંધે કર્યા હતા. એને લીધે એક માજુ જૈન સંધે ધનના વ્યયની દિશામાં સમયાનુરૂપ ફેરફારને આવકાર્યાં હતા, અને ખીજી બાજુ, આચાર્ય શ્રી આત્મારામજી મહારાજની અંતિમ ઝંખનાની યાદમાં, ઠેર ઠેર નાનાં-મેટાં અનેક સરસ્વતી-મદિરાની સ્થાપના ચઈ શકી હતી. અને અને પરિણામે જૈન સમાજ આંતર-ખાદ્ય રીતે પ્રાણવાન બન્યા હતા.
જૈન સમાજે વિદ્યાવિસ્તારની દિશામાં લક્ષ્મીના સારા પ્રમાણમાં વ્યય કરવાનાં નવાં પગરણ માંડયાં તે મુખ્યત્વે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની સમાજ ઉત્કર્ષની ભાવનાને પ્રતાપે જ. એમ લાગે છે કે, મુનિ વલ્લભ વજયજીએ ૧૮ ચામાસાં ખાદ, વિ. સં. ૧૯૬૪માં, પંજાબની બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.brg