________________
સમયદશી આચાર્ય
ધર્મક્રિયાઓ સીધુજીવનનાં મુખ્ય બે પાસાં ઃ પહેલું આત્મશુદ્ધિ અને બીજુ લોકકલ્યાણ. જે પિતાનું અને બીજાનું હિત સાધવા પ્રયત્ન કરે તે સાધુ: સાધુતાની આ સામાન્ય સમજૂતી.
પણ એમાંય પહેલું કામ પિતાના જીવનને નિર્મળ બનાવવું તે. એ કરતાં જે કંઈ સમય અને શક્તિ વધે તેને ઉપયોગ બીજાનું ભલું કરવામાં કરે.
- આચાર્યશ્રી વિજયવલભસૂરિજીના જીવનમાં સ્વકલ્યાણ અને પરકલ્યાણની સમતુલા બરાબર સચવાઈ હતી; અને છતાં સમાજકલ્યાણની ઝંખના અને પ્રવૃત્તિ લેકેષણની પિષક ન બને, એની તેઓ હમેશાં જાગૃતિ રાખતા. ત્યાગમાર્ગની સાધનામાં લેકૅષણું એક મેટું ભયસ્થાન છે. - સાધકની તપ, ત્યાગ, સંયમની સાધના, લેકે પકારની પ્રવૃત્તિ અને ધર્મ દેશનાને કારણે એની આસપાસ ભક્તો અને પ્રશંસકોનું જૂથ રચાઈ જાય એ સ્વાભાવિક છે. આ વખતે સાધકે બરાબર સાવધાન રહેવાનું હોય છે કે જેથી લોકોની પિતા તરફની ભક્તિ કે પ્રીતિ એક બાજુ પિતાના અંતરમાં કીર્તિ, નામના અને પ્રતિષ્ઠાની કામના કે આસક્તિ ન જન્માવે અને બીજી તરફ પિતાની ત્યાગસાધનાને શિથિલ ન બનાવી દે. આને મુખ્ય ઉપાય પિતાની અંતર્મુખ વૃત્તિને અને ધર્મ નિયમોના પાલન તરફની અભિરુચિને જાગ્રત રાખવી એ છે. અંતર્મુખ વૃત્તિ સાધકને નિર્મોહવૃત્તિ કે અનાસક્તિમાં સ્થિર રાખે છે, અને ધર્મનિયમનું પાલન આચારશુદ્ધિને ટકાવી રાખીને શિથિલતાથી બચાવે છે. આ બન્ને ગુણે આચાર્યશ્રીની જીવનસાધના સાથે એકરૂપ બની ગયા હતા. તેઓને આત્મસાધનામાં અને લોકકલ્યાણની પ્રવૃત્તિમાં જે સફળતા સાંપડી હતી તે આને લીધે જ.
૮૨-૮૪ વર્ષ જેવી છેટલી અવસ્થામાં પણ પ્રભુદર્શનની અને પ્રભુના માર્ગના અનુસરણની એમની ઝંખનામાં જરાય ઓટ આવી ન હતી. ૮૪ વર્ષની ઉંમરે, ઘેરી માંદગીમાં પણ શત્રુંજય જઈને દાદાના દર્શન કરવાની એમની ભાવના કેટલી ઉત્કટ હતીપ્રભુદર્શનની પ્યાસ જાણે એમને. સદાય રહ્યા કરતી. પ્રભુપ્રતિમાને મહિમા વર્ણવતાં તેઓએ કહેલું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org