Book Title: Samaydarshi Acharya
Author(s): Ratilal D Desai
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 143
________________ ૧૨૪ સમયદ્રશી આચાય અને નિઃસ્વાર્થ દેશસેવા એ તા એક રીતે ધર્મનું જ કામ છે; કેમ કે એ દ્વારા દેશની પ્રજાના ભલાના ભાગીદાર થવાના લાભ મળે છે. આપણે ત્યાં રાજ્યવ્યવસ્થાનું અતિક્રમણ ન કરવાનું કહ્યું છે, અને રાજાઓ, પુરજના, જનપદો અને સમગ્ર બ્રહ્મલેાકમાં શાંતિ પ્રવવાની પ્રાર્થના કરવામાં આવી છે, એને ભાવ આ જ છે. આપણી ધર્મ પરંપરામાં દેશભક્તિને આવું સ્થાન મળવાનું જ એ પરિણામ છે કે અનેક જૈન રાજાએ, મત્રીએ, દંડનાયકા, શ્રેષ્ઠીઓ તેમ જ સમર્થ આચાર્યા દેશકલ્યાણનાં નિમિત્ત બનીને જૈન સ ંઘના તેમ જ હિંદુસ્તાનના ઇતિહાસમાં અમર બની ગયા છે. જૈન સ`ધને છેક પ્રાચીન કાળથી દેશભક્તિને જે વારસા મળ્યા છે તે વારસાને સાચવી, રોાભાવી અને વધારી જાણવા એ આપણી ફરજ છે; અને એ ફરજને પૂરી કરવા આપણે સદાય પ્રયત્નશીલ રહ્યા છીએ અને અત્યારે પણ રહીએ છીએ, એ આનંદની વાત છે, આ ફરજ બજાવવાના આપણામાં વિશેષ ઉત્સાહ જાગે એવા એક યુગ આપણી સામેથી જ વીતી ગયા. મહાત્મા ગાંધીજીની નેતાગીરી નીચે દેશે ૨૫-૩૦ વર્ષ સુધી જે અહિંસક સ્વાતંત્ર્યયુદ્ધ લડી બતાવ્યું એને કેવળ આપણા દેશના જ નહીં દુનિયાભરના ઇતિહાસમાં જોટા મળવા મુશ્કેલ છે. અને જેના માટે તે આ લડતનું બેવડું મહત્ત્વ હતું: એક તા એ દેશની સ્વતંત્રતાની લડત હતી, એટલે દેશભક્તિની એમાં હાકલ હતી. અને ખીજું, એ લડત ખીજાના જાન લેવાની નહી પણ પેાતાના પ્રાણ અને પેાતાનુ સર્વીસ્વ કુરબાન કરવાની અહિંસક લડત હતી; એટલે એમાં ધર્મભાવનાને રંગ હતા. આ હિસાબે આ લડત પ્રત્યે જૈનેાને પોતાપણાની લાગણીના વિશેષ અનુભવ થાય એ સ્વાભાવિક છે. પણ આવા અનુભવની દિષ્ટએ જૈન સંધમાં તે કાળે એ ભાગ સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. શ્રાવકા અને શ્રાવિકાના મેાટા ભાગના વ આ ૨ગે પૂરેપૂરા રંગાયા હતા અને સ્વતંત્રતાની આ લડતમાં દેશના અન્ય સમાજો કરતાં એ જરાય પાછળ નહાતા રહ્યો. આપણા ત્યાગી શ્રમણુ સમુદાય માટે પણ અહિંસાની અભિનવ શક્તિનાં દર્શન થવાને કારણે આ ઘટના આનંદજનક અને આવકારદાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165