________________
સમયદશી આચાર્ય
૧૩૧
વલભવિજયજીને ઉપાધ્યાય બનાવવાની હતી. પણ તેઓએ એનો વિવેકપૂર્વક ઇનકાર કર્યો.
વિ. સં. ૧૮૭૬માં મહારાજશ્રીએ એક પત્રિકા પ્રકાશિત કરી, તેમાં લખ્યું હતું કે –“બધા સજનને વિજ્ઞપ્તિ છે. મને કાઈ આચાર્ય, કાઈ જૈનાચાર્ય, કઈ ધર્માચાર્ય...વગેરે પદવીઓ લખીને મારે ભાર વધારે છે. આ બિલકુલ અન્યાય છે. કારણ કે ન મને કોઈએ પદવી આપી છે, અને ન મેં લીધી છે; અને ન હું કોઈ પદવીને લાયક છું.”
પદવીની બાબતમાં કલાગણીને માન આપીને તેઓએ એક વાર નમતું મૂકયું હતું અને વિ. સં. ૧૯૮૯માં બામણવાડામાં મળેલ પિરવાલ સંમેલન વખતે “કલિકાલક૫તર” અને “અજ્ઞાનતિમિરણિ” નામે પદવીને સ્વીકાર કર્યો હતો.
વિ. સં. ૧૯૯૬માં કોન્ફરન્સનું ફાલના અધિવેશન આચાર્ય મહારાજની પ્રેરણાથી જ સફળ થયું હતું. ઉપકૃત જનતા આચાર્યશ્રીને શાસનદીપક, સુરિસમ્રાટ, શાસનપ્રભાવક અને યુગપ્રધાન–એ ચાર પદવીઓમાંથી આચાર્યશ્રી પસંદ કરે એ પદવી આપીને પિતાની આભારની લાગણી વ્યક્ત કરવા માગતી હતી. આગેવાનોએ લાગણીભર્યા શબ્દોમાં તેઓને આ માટે વિનંતિ કરી તે આચાર્યશ્રીએ સમાજકલ્યાણની પ્રવૃત્તિઓનું મૂલ્ય પદવી કરતાં વધુ છે, તેથી તે તરફ ધ્યાન આપવાનું કહીને કહ્યું કે “જે તમે મને આપવા ઇચ્છતા હો તે આ આપે, અન્યથા ખાલી વાતે અને પદવીઓને શું અર્થ છે ? હું ફરી ભારપૂર્વક કહું છું કે મને તો આ આચાર્ય પદવી જ ભારરૂપ લાગે છે. જે આ આચાર્ય પદવીને તજી દેવાથી શાસન, શિક્ષણ અને સમાજને પૂર્ણ વિકાસ થઈ શકે એમ હોય તે હું એ માટે તૈયાર છું. જ્યારે આચાર્ય પદવીને જ છોડવા તૈયાર છું, તે પછી નવી પદવી લેવાની તે વાત પણ કરવી એ ભૂલ છે.”
આ જ રીતે વડોદરામાં વિ. સં. ૨૦૦૮માં “શાસનરામ્રાટ ' પદવીને સ્વીકાર કરવાની વાતને નમ્રતા તથા મક્કમતાથી તેઓએ ઇનકાર કર્યો હતો.
ક્યારેક તેઓને પદવી સ્વીકારવાને કે માનપત્ર લેવાને વિશેષ આગ્રહ થતા ત્યારે તેઓ અંતરના ઊંડાણમાંથી બેલી ઊડતા “ભાઈ, મારે પદવી નહિ પણ કામ જોઈએ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org