Book Title: Samaydarshi Acharya
Author(s): Ratilal D Desai
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 152
________________ સમયદશી આચાર્ય ૧૩૩ પંદર દિવસ રહ્યા. લેકે એ એમની ખૂબ ભક્તિ કરી. સાચા ધર્મવાત્સલ્યને જ આ પ્રતાપ. | (૩) જમ્મુનો મારગ મુશ્કેલ અને ત્યાં વિહાર કરવાનું લગભગ અશક્ય. પણ વિ.સં. ૧૯૫૩માં આચાર્યશ્રી હિંમત કરીને ત્યાં પહોંચ્યા. અને એક મહિને રોકાયા. લેકના હર્ષને કોઈ સીમા ન રહી–જાણે આંગણે આંબે ફો! ધર્મપ્રચારનો વેપાર અજાણ્યા-અગોચર પ્રદેશમાં વધુ ચાલે. (૪) જમુથી પાછા ફરતાં રસ્તામાં વિશનાહ નામે ગામમાં તેઓ ધર્મશાળામાં ઊતર્યા. એક કથાભટ્ટજી કથા વાંચવા આવે. એમણે જાણ્યું કે આજે ધર્મશાળામાં એક સાધુ ઊતર્યા છે. પંડિતજીને તો એવો વહેમ કે સાધુના વેશમાં આજકાલ લુચ્ચાઓ જ ફરતા હોય છે. એ તે મહારાજશ્રી પાસે તેછડાઈથી ગમે તેમ બોલવા લાગ્યા. મહારાજશ્રીએ એને શાંતિથી સમજાવીને એના વહેમને દૂર કર્યો. (૫) જામનગરનિવાસી પંડિત હીરાલાલ હંસરાજે “જૈનધર્મને ઇતિહાસ” નામે પુસ્તક લખેલું. એમાં અનેક ભૂલો જોઈને મહારાજશ્રીએ પુસ્તક અંગે અભિપ્રાય આપતાં લખ્યું કે એમાં કેટલીય બાબતે અનુચિત અને ખોટી છે, સાથે સાથે જૈન સંઘને અપીલ કરી કે એક એવી કમીટી બનાવવી જોઈએ કે જે જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા ગ્રંથને પૂરેપૂરા તપાસીને પાસ ન કરે ત્યાં સુધી કોઈ ગ્રંથને (એક નાની પત્રિકાને પણ) જૈન ધર્મની બાબતમાં પ્રમાણભૂત ન માનો. આ સૂચન તેઓએ છેક વિ. સં. ૧૯૫૯માં કરેલું. તે પછી વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ મુનિસંમેલનમાં આ માટે એક સમિતિ રચવામાં આવી હતી, જે પચીસેક વર્ષ પછી બંધ થઈ ગઈ ! (૬) પંજાબ-હોશિયારપુરના બે સગા ભાઈઓ. એકનું નામ અછર અને બીજાનું નામ મચ્છર. બંને દીક્ષાના ઈચ્છુક આચાર્ય મહારાજ સાથે મહિનાઓથી રહે પણ તેઓએ એમને દીક્ષા આપવાની જરાય ઉતાવળ ન કરી. એમને હતું, બંને જેટલો અભ્યાસ કરી લે અને બંનેને વૈરાગ્યની જેટલી ચકાસણી થાય તેટલું સારું. છેવટે વિ. સં. ૧૯૬પમાં જયપુરમાં મોટી ઉત્સવ સાથે દીક્ષા આપી. એમનાં નામ મુનિ વિદ્યાવિજયજી અને મુનિ વિચારવિજયજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165