________________
૧૩૨
સમયદશી આચાર્ય તેઓને મન શાસનપ્રભાવના અને સમાજઉત્કર્ષનું કાર્ય જ સાચી. પદવી અને સાચું માનપત્ર હતાં.
રચનાઓ–શાસનઉન્નતિની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સતત રોકાઈ રહેનાર સંધનાયકમાં સાહિત્યસર્જનની પ્રતિભા હોય તોપણ એને એ માટે અવકાશ મળવો અતિ મુક્ત–લગભગ અશક—બની જાય છે. આચાર્યશ્રીના ભક્તિશીલ, મુલાયમ અને સંવેદનશીલ અંતરમાંથી સાહિત્યસર્જનના સ્ત્રોત વહેવાની શક્યતા હોવા છતાં એ માટે એમને નિરાંત જ ક્યાં હતી ? આમ. છતાં શરૂઆતમાં તેઓએ “શ્રી જેનભાનું”, “શ્રી ગપ્પદીપિકાસમીર ', વિશેષ નિર્ણય”, “ભીમજ્ઞાનદાત્રિશિકા” નામે ચર્ચાત્મક કે ખંડનમંડનરંપ પુસ્તકે લખ્યાં હતાં, અને “નવયુગનિર્માતા” નામે શ્રી આત્મારામજી મહારાજનું સવિસ્તર ચરિત્ર પણ લખ્યું હતું. સર્જનના ક્ષેત્રે તેઓનું મોટામાં મોટું અર્પણ ભક્તિકાવ્યરૂપ જુદા જુદા વિષયની ઓગણસ જેટલી પૂજાઓ. રૂપે શ્રીસંઘને મળ્યું છે. આ પણ કંઈ નાનોસૂને ફાળે ન ગણાય. ભક્તિસભર હદય અને પ્રભુ પ્રત્યેની અખંડ પ્રીતિનું જ આ પરિણામ છે.
- ૨૩ '
થોડાક વિશિષ્ટ પ્રસંગે (૧) પપનાખામાં એક નિશાળના શિક્ષક હતા. કંઈક જિજ્ઞાસા અને કંઈક સામાની વિદ્યાને માપવાનું કુતૂહલ પણ ખરું. ગામમાં જે સાધુ કે પંડિત આવે એમની પાસે જાય અને પોતાની શંકાએ પૂછે. પણ કેઈથી એનું સમાધાન ન થાય. મહારાજશ્રીની પાસે જઈને એણે પિતાની શંકાઓનું સમાધાન પૂછયું. મહારાજશ્રીએ એને શું સમજાવ્યું કે એ રાજી રાજી થઈ ગયો અને બોલ્યો : “આજે હું શંકાઓના ભૂતથી મુક્ત થ. મને ખૂબ શાંતિ થઈ.” આચાર્યશ્રીએ આપેલું સમાધાન બીજાને પરાજય ઈચ્છતી તર્ક બુદ્ધિમાંથી નહીં પણ સામાનું મન જીતી લે એવી આત્મયતાભરી અંતરની વાણીમાંથી નીકળ્યું હોવું જોઈએ. વિ. સં. ૧૯૫૩ આ પ્રસંગ
(૨) રામનગર પાસે (પંજાબમાં) અકાલગઢ નામે ગામ. શ્રાવકનું ત્યાં એક પણ ઘર નહીં. અને બીજા લેકેના આગ્રહથી મહારાજશ્રી ત્યાં
Jain Education International,
For Private & Personal Use Only
WWW.jainelibrary.org