________________
૧૩૦
સમયદશી આચાર્ય એ તે જગતના બધા લોકોને ધર્મ છે. એ જગતના બધા લોકે અને બધા જીવોના કલ્યાણને ધર્મ છે. એ કાઈના મનને દૂભવવામાં પણ હિંસા માને છે. અહિંસા ધર્મ જ મુખ્ય ધર્મ છે. ”
વિ. સં. ૧૯૯૨ના વડોદરાના ચોમાસામાં એક દિવસ એક સ્થાનકવાસી. ભાઈ અને મુનિએ આવીને આચાર્યશ્રીને કહ્યું: “અમારા એક મુનિએ દેઢ મહિનાના ઉપવાસ કર્યા છે. તેઓ આપનાં દર્શન કરવા ઇચ્છે છે.” આચાર્ય મહારાજે તરત જ કહ્યું : “હું ખુશીથી ત્યાં આવીશ. મને પણ તપસ્યાની અનુમોદનાને લાભ મળશે.” . એક વાર આચાર્યશ્રી પંજાબમાં આગા ગામમાં ગયા અને શીખાન ગુરુદ્વારામાં ઊતર્યા. તેઓએ જોયું કે એ ગુરુદ્વારાને ઘણે ભાગ પડી ગયે છે; તેથી સાથેના ભાઈઓને એને જીર્ણોદ્ધાર કરાવી આપવાને ઉપદેશ આપે. એક સજજને એની જવાબદારી પિતાને માથે લીધી. ગારા પણ છેવટે પ્રભુનું જ મંદિર હતું ને !
વિ. સં. ૨૦૦૬માં નાણું ગામમાં એક બ્રાહ્મણ પંડિત મળવા આવ્યા. આચાર્યશ્રીએ એમને કહ્યું : “બ્રાહ્મણોએ પણ પિતાના ત્યાગ અને સેવાભાવથી જગતના ખૂણે ખૂણામાં ધર્મભાવનાને ટકાવી રાખવા ઘણું કામ કર્યું છે. ધર્મમાં કલેશ કે રાગ-દ્વેષ નથી હોતાં. હું તે સર્વધર્મ - સમભાવમાં માનું છું. ” પંડિતજીએ મહારાજશ્રીનાં વખાણ કર્યા તે આચાર્યશ્રીએ વિનમ્રતાથી કહ્યું : “પંડિતજી, એવું ન કહે. હું તે ભગવાન મહાવીરને એક સિપાહી છું, ધર્મના દીવા પ્રગટાવવા માટે જ મારું આ જીવન છે. આ શરીરથી સમાજ, ધર્મ, સાહિત્ય, દેશ અને માનવતાનું જેટલું કલ્યાણ થાય એને માટે હું પ્રયત્ન કરતો રહું છું.”
એક વાર દાદુપંથીઓની વિનંતિથી આચાર્યશ્રીએ દાદુસાહેબના જીવન ઉપર પ્રવચન આપ્યું હતું.
પદવી માટે અનાસક્તિ—વિ. સં. ૧૯૫૩માં પંજાબ સંધના આગેવાનોએ મહારાજશ્રીને આચાર્યપદ આપવાની વાત કરી. મુનિ વલ્લભવિજયજીએ તરત જ કહ્યું : “આ માટે તમે નકામો પ્રયત્ન કરે છે. હું આ વાતને કઈ રીતે સ્વીકાર નહિ કરું.” વિ. સં. ૧૯૫૭માં પણ આ વાતનું પુનરાવર્તન થયું. એ જ વર્ષમાં પાટણમાં મુનિ શ્રી કમલવિજય મહારાજને આચાર્ય પદવી આપવામાં આવી. તેઓની ઇચ્છા મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org