Book Title: Samaydarshi Acharya
Author(s): Ratilal D Desai
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai

View full book text
Previous | Next

Page 147
________________ ૧૨૮ સમયદશી આચાય પ્રજાના બધા વર્ગના કલ્યાણ-ઉત્કર્ષ માં વિલંબ ન થાય એનું રાજ્યતંત્ર ધ્યાન રાખવુ જોઈએ અને પ્રજા ઉપર કરના ભાર વધારે ન નાખવા જોઈએ. ” એક વખત દેશનેતાઓની ગિરફ્તારીના સમાચર મળ્યા. આચાય શ્રીએ રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને એની સહાનુભૂતિમાં પેાતાના સામૈયામાં બેન્ડવાજા’ લાવવાનો નિષેધ કર્યો. વિ. સ’. ૧૯૮૧માં આચાર્યશ્રીને આચાય પછી આપવામાં આવી, તે વખતે પડિત હીરાલાલજી શર્માએ નવસ્મરણુ ગણતાં પોતે પોતાના હાથે કાંતેલ સુતરની ખાદીની ચાદર વહેારાવી હતી. આચાર્યશ્રી ખાદી વાપરતા હતા તેની લેાકેા ઉપર એવી અસર થતી. કે એક વાર એમના સામૈયામાં બધા લેાકેા ખાદી પહેરીને આવ્યા હતા. આ બધા ઉપરથી સૂરિજી મહારાજમાં રાષ્ટ્રીયતાની કેવી ભાવના. હતી તે સમજી શકાય છે. ધર્મગુરુ રાજકારણના ખેલ ખેલવામાં ન પડે એ જેમ જરૂરી છે,. તેમ એ રાષ્ટ્રભાવના કેળવીને અનાસક્ત ભાવે રાષ્ટ્રસેવાને પ્રોત્સાહન આપે એ પણ જરૂરી છે. કારણ કે રાષ્ટ્રસેવા દ્વારા દેશની બધા વર્ષોંની પ્રજાની સેવા થઈ શકે છે. અને આવી સેવા એ પણ ધર્મ છે. તેા પછી ધર્મ -- ગુરુએ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રસેવાથી દૂર શા માટે રહેવું? —આચાર્ય શ્રીના રાષ્ટ્રપ્રેમી વનના આ સંદેશ છે. ૨૨ કેટલાંક પાસાં ઉદાર દૃષ્ટિ—અનેકાંતદષ્ટિના નવનીતરૂપ ગુણુગ્રાહક દૃષ્ટિ, ઉદારતા અને સહિષ્ણુતા એ આચાર્યશ્રીની જીવનસાધનાની વિશેષતા હતી. તેથી જ તેઓ ગચ્છ, સમુદાય કે પથભેદની લાગણીથી દૂર રહી આચાર્ય શ્રી જિનત્તસૂરિજી, આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી, આચાર્ય શ્રી વિજયધર્મસૂ રિજી (કાશીવાળા) વગેરે પ્રાચીન–અર્વાચીન આચાર્યોની જયંતીમાં ભાગ લઈ શકયા હતા અને મુક્ત મને એમના ગુણાનુવાદ કરી શકયા હતા, એ જ રીતે સ્થાનકમાગી અને તેરાપથના સાધુસતા સાથે પણ તે સ્નેહસ બંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165