________________
RE
સમયદ્રશી આચાય
તેને રંગ ચઢે છે. આત્મા તા ખધામાં એક જ છે. સર્વે મેાક્ષના અધિકારી છે. સવે સરખા છે. આપણે બધા એક જ છીએ. ''
( વિ. સં. ૨૦૦૨; માલેરકાટલા ) વિ. સં. ૧૯૭૭માં આચાર્ય મહારાજ અખાલા પહેાંચ્યા. એમના પ્રવેશ વખતે એક સગૃહસ્થે રૂ. ૧૦૦નું દાન નહેર કર્યું. મહારાજજીએ એ રકમ ગરીખામાં કપડાં વહે...ચવા માટે કોંગ્રેસ કમિટીને સોંપી દીધી.
વિ. સં. ૧૯૯૮ વખત, વાતાવરણમાં સ્વરાજ્યની છેલ્લી અહિંસક લડાઈના ભણકારા સંભળાતા હતા. અને ખીજુ વિશ્વયુદ્ધ તા પુરજોશમાં ચાલતું હતું. આટલું અધૂરું... હાય એમ અંગ્રેજોએ દેશમાં કામી તાકાતોની આગ ચાંપવા માંડી હતી. પ્રજામાં બેચેની, બિનસલામતી અને આર્થિક એહાલીની લાગણી પ્રવર્તતી હતી. એ અરસામાં આચાર્ય મહારાજ લુધિયાના પધાર્યા. સ્વાગતના જવાબમાં તેઓએ લેાકાને હિંમત આપતાં કહ્યું :
અત્યારે પરિસ્થિતિ વિષમ થતી આવે છે. વિરાધનાં વાળા ઘેરાઈ રહ્યાં છે. યુદ્ધનાં રણશિંગાં ફૂંકાઈ રહ્યાં છે. પણ એથી ગભરાઈને દોડાદોડ કરી મૂકવાથી શા લાભ થવાના ? તમે લેકા ચાહે કર્મને માનનારા હા, ચાહે ઈશ્વર કે ખુદ્દાને માનતા હેા, જેની જેના ઉપર શ્રદ્ધા હેાય તે એના ઉપર દૃઢ શ્રદ્ધા રાખીને ધીરજથી કામ કરે, જેથી મુસીબતનેા આસાનીથી સામના થઈ શકે. આવા વખતમાં આપણે માત્ર આપણા કુટુંબનેા જ નહિ, આપણા ગામ, શહેર, જિલ્લા કે પ્રાંતના જ નહિ, બલ્કે આખા દેશના વિચાર કરવા જોઈએ; જેની પાસે જેટલી સૌંપત્તિ, બુદ્ધિ કે શક્તિ હેાય તેટલી એ બધાના કલ્યાણ માટે વાપરે. માનવજીવનની આ જ સાર્થકતા છે. આવા વખતમાં ડરપેાકા અને સ્વાથી એને વતાં રહેવાના અધિકાર શા છે?”
66
વિ. સ. ૨૦૦૨માં મહારાજશ્રી માલેરકેાટલા પધાર્યા. શહેરની બધી કામેાએ સ્વાગત કર્યું. અને મુસલમાનાએ ઉર્દુ ભાષામાં, શીખાએ ગુરુમુખી ભાષામાં, હિંદુઓએ હિંદી ભાષામાં અને જૈનેએ હિંદી ભાષામાં—એમ ચાર માનપત્ર આચાર્યશ્રીને આપ્યાં. જવાબ આપતાં આચાર્યશ્રીએ કહ્યું : હું વૃદ્ધ થયા છું. હવે મારાથી પહેલાં જેવું કામ નથી થતું. તબિયત પણ સારી નથી રહેતી. પરંતુ અંદર બેઠેલા આત્મા એવા જ તેજસ્વી છે, તેથી આ ઉંમરે પણ બધાના કલ્યાણની ભાવના પ્રબળ છે. મારા ધર્મ, મારું કવ્ય, મારી સાધુતા, સમાજ, ધર્મ અને દેશની સેવા કરવામાં છે.
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org